અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા વર્ષ 2017માં કેરળના કોઝીખોડે ખાતેથી આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. હુમલાના 9 વર્ષથી નાસતો ફરતો આરોપી પોલીસના સંકજામાં સંપડાયો હતો. શોએબ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના કુલ 18 ફરાર આરોપી પૈકીનો એક આરોપી હતો. બોમ્બ બ્લાસ્ટ બાદ આરોપીને પકડવા માટે લુક આઉટ નોટીસ પણ જારી કરવામાં આવી હતી.
મુંબઈની તિહાર જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટના આધારે આરોપીને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. આ કેસમાં કુલ 79 લોકોની ધરપકડ કરી તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.