અમદાવાદઃ શહેરમાં રવિવારે રાતે રીંગ રોડ પર એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વૃદ્ધ વ્યક્તિને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત મામલે ટ્રાફિક પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોચીને કાર્યવાહી શરુ કરવામાં આવી રહી છે.
શહેરના નિકોલ રીંગ રોડ પાસે ગઈ કાલે મોડી રાતે એક અકસ્માતનો બનાવ બન્યો હતો,આ બનાવમાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું.હાઈવે પાસે લાશ મળી હોવાનો મેસેજ મળતાં ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી અને સ્થળ પર જઈને કાર્યવાહી શરુ કરી હતી. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધીને તપાસ શરુ કરી છે.પોલીસે હાઈવે પરના સીસીટીવી અને મૃતકની ઓળખ થાય તે માટેની કાર્યવાહી શરુ કરી છે. મૃતદેહને પીએમ માટે પણ મોકલવામાં આવ્યો હતો.