અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ABVPના કાર્યકરોએ કાળા કપડાં પહેરી વિરોધ પ્રદર્શન કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયામાં ગડબડી મામલે છેલ્લા કેટલાય દિવસોથી ABVPના કાર્યકરો જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે.
ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો વિરોધ પ્રદર્શન જારી છે. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયામાં ગડબડી મામલે છેલ્લા કેટલાય દિવસોથી APVP જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રવેશ સમિતિમાં સભ્ય બદલવાની માગ, ખાનગી એજન્સીઓ દૂર કરવા અને પ્રવેશ પ્રક્રિયાને નિષ્પક્ષ બનાવવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. નકલી નોટો સાથે કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટી પહોંચી વિરોધ કર્યો હતો. મહત્વનું છે કે ABVPના કાર્યકરો છેલ્લા ઘણા દિવસોથી વિવિધ કાર્યક્રમો આપી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.