ETV Bharat / city

અમદાવાદ: મોબાઇલનો દુકાનદાર ગ્રાહકોના નામે જ ઓનલાઇન મોબાઈલ ખરીદી આ રીતે કરતો હતો છેતરપિંડી

સાયબર ક્રાઇમે મોબાઈલનો વેપાર કરતાં આરોપીને ઝડપી પાડ્યો છે. Idfc bankના કર્મચારીનું આઈડી તથા પાસવર્ડ જોઈને ઓનલાઇન મોબાઇલ ખરીદીની છેતરપિંડી કરતાં આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

અમદાવાદ: મોબાઇલનો દુકાનદાર ગ્રાહકોના નામે જ ઓનલાઇન મોબાઈલ ખરીદી આ રીતે કરતો હતો છેતરપિંડી
અમદાવાદ: મોબાઇલનો દુકાનદાર ગ્રાહકોના નામે જ ઓનલાઇન મોબાઈલ ખરીદી આ રીતે કરતો હતો છેતરપિંડી
author img

By

Published : Oct 10, 2020, 9:04 PM IST

અમદાવાદ : આરોપી મોહમ્મદ એઝાઝ શેખ idfc બેન્કના કર્મચારીઓના આઈડી-પાસવર્ડ મેળવીને લાખોની કિંમતના મોંઘાડાટ મોબાઇલ ખરીદી છેતરપિંડી આચરતો હતો.. બેન્ક કર્મચારીના યુઝર આઇડી વડે ગ્રાહકોના ડેટા મેળવી લોનના હપ્તા ચાલુ કરાવવા કે પછી લોન આપવા જેવા બહાનાં બતાવી ગ્રાહક પાસેથી ઓટીપી મેળવી લેતો હતો. otp મેળવ્યાં પછી ગ્રાહકના નામે અન્ય લોન કરી ગ્રાહકને જણાવ્યાં વિના ઓનલાઈન મોબાઈલ ખરીદી કરતો હતો. આરોપી મોહમ્મદ એઝાઝ જૂહાપુરામાં વર્લ્ડ ઓફ મોબાઈલ નામની દુકાન ચલાવતો હતો.

સાયબર ક્રાઇમની ટીમે આરોપી મોહમ્મદ એઝાઝ શેખની ધરપકડ કરી મોબાઈલ રિકવર કરવા માટેની તજવીજ હાથ ધરી

આરોપીની પૂછપરછમા સામે આવ્યું કે કઇ બેન્કમાં સરળતાથી લોન થાય તે સારી રીતે જાણતો હતો અને idfc બેંકમાં એકવાર લોન થઈ ગયા પછી બીજી વખત લોન કરવા માટે માત્ર otpની જરૂર પડે તે પણ સારી રીતે જાણતો હતો. Idfc બેંકના કર્મચારીઓ તેની દુકાનમાં લોન પ્રોસેસ માટે આવતાં ત્યારે તેમના આઈડી પાસવર્ડ જાણી લેતો અને ત્યાર પછી આરોપી ગ્રાહકોના ડેટા મેળવી ઓનલાઇન વિજય સેલ્સની સાઇટ પરથી મોંઘાદાટ મોબાઈલ ખરીદતો હતો. વધુ પૈસા કમાવવાની લાલચ વેપારી ઓછા ભાવે બીજાને મોબાઈલ વેચી લેતો હતો. પોલીસ તપાસમાં આરોપીએ અત્યાર સુધી 7.50 લાખથી પણ વધુ કિંમતના મોબાઇલ આજ મોડસ ઓપરેન્ડીથી ખરીદી છેતરપિંડીને અંજામ આપ્યો છે.હાલ તો સાયબર ક્રાઇમની ટીમે આરોપી મોહમ્મદ એઝાઝ શેખની ધરપકડ કરી મોબાઈલ રિકવર કરવા માટેની તજવીજ હાથ ધરી છે. સાથે જ વધુ કેટલા આ જ પ્રકારના ઓનલાઇન મોબાઇલ ખરીદી છેતરપિંડી આચરી છે તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.