અમદાવાદ: શહેરમાં આવેલા જમાલપુર દરવાજા પાસે પોલીસ દ્વારા 13 જુલાઈના રોજ વાહન ચેકીંગ ચાલી રહ્યું હતું. આ દમિયાન યુવક પોતાનું વાહન લઇને પૂર ઝડપે જઈ રહ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ રોકાયો ન હતો અને વધારે સ્પીડમાં હોવાથી ટુવ્હિલર આગળ નીકળી ગયું હતું. જે બાદ અચાનક જ ડિવાઈડર સાથે અથડાતા વાહન ચલાવનારા યુવકના મોઢા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલ આ યુવકની સિવિલ હોસ્પિટલ સારવાર ચાલી રહી છે.
આ મામલે આસપાસના સ્થાનિકોએ અને યુવકના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ લગાવ્યો હતો કે, યુવક વાહન પર જઈ રહ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા દંડો મારવામાં આવતા યુવકનું વાહન સ્લીપ થઈ ગયું હતું. જે કારણે યુવકને ઈજા પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે પોલીસે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આ મામલે પોલીસકર્મી દ્વારા દંડો મારવામાં આવ્યો છે કે, કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
13 જુલાઈઃ માસ્ક ન પહેરનાર યુવકને પોલીસે છૂટો દંડો માર્યો
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી દાદીબીબી મસ્જિદ પાસે રહેતો મોહમદ ઝૂનેદ નામનો યુવત પોતાના ટુવ્હિલર પર જમાલપુર દરવાજા પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે યુવકે માસ્ક પહેર્યું ન હતું. લોકોના જણાવ્યા મુજબ પોલીસ જવાને આ યુવકને છુટ્ટો દંડો માર્યો હતો. જે કારણે ટુવ્હિલર સાથે ડિવાઈડર સાથે પટકાયો હતો. આ અકસ્માત દરમિયાન ટુવ્હિલર ચાલકના મોઢા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાના પગલે સિવિલ હોસ્પિટલમાં તેનું ઓપરેશન કરાવવું પડ્યું હતું.