ETV Bharat / city

કૃષિ બિલ ખેડૂતો માટે ફરજીયાત નથી: હસમુખ પટેલ

નવા કૃષિ બિલમાં ખેડૂતો મલ્ટીનેશનલ કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ કરી શકશે, ત્યારે અમદાવાદના સાંસદોએ આ બિલ પર પ્રકાશ પાડતાં કહ્યું હતું કે, ખેડૂતો પોતાની માતૃભાષામાં કરાર કરી શકશે અને ગમે ત્યારે કરારનો યોગ્ય રીતે ભંગ કરીને તેમાંથી નીકળી શકશે.

કૃષિ બિલ ખેડૂતો માટે ફરજીયાત નથી
કૃષિ બિલ ખેડૂતો માટે ફરજીયાત નથી
author img

By

Published : Oct 11, 2020, 4:18 AM IST

અમદાવાદઃ નવા કૃષિ બિલમાં ખેડૂતો મલ્ટીનેશનલ કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ કરી શકશે, ત્યારે અમદાવાદના સાંસદોએ આ બિલ પર પ્રકાશ પાડતાં કહ્યું હતું કે, ખેડૂતો પોતાની માતૃભાષામાં કરાર કરી શકશે અને ગમે ત્યારે કરારનો યોગ્ય રીતે ભંગ કરીને તેમાંથી નીકળી શકશે.

હસમુખ પટેલે જણાવ્યું કે, ખેડૂતો માટે આ બિલમાં કશું ફરજિયાત નથી, કરાર બાદ પણ તે પોતાની ઉપજ બીજે વેંચી શકશે. આ માટે ખેડૂતે ફક્ત દવા અને બિયારણનો ખર્ચ જે-તે કંપનીને આપવાનો રહેશે.

કૃષિ બિલ ખેડૂતો માટે ફરજીયાત નથી

વધુમાં સાંસદે જણાવ્યું કે, આ બિલના લીધે જ મિનિમમ સપોર્ટ પ્રાઇઝમાં વધારો થશે. જેથી ખરીદદારો વધતા પાછળથી જો કોઈ પણ કોઈ ખેડૂતોનો માલ બજારમાં આવે તો તેને પણ યોગ્ય ભાવ મળશે. આ કાયદો વૈકલ્પિક છે, તેથી અત્યારની સુવિધામાં વધારો છે. આ કાયદાથી 86 ટકા નાના અને સિમાંત ખેડૂતોને ફાયદો થશે.

આ કાયદાથી ખેતીમાં ક્રાંતિ આવશે. રાજ્યના APMC કાયદાને આ કાયદાની અસર થશે નહીં, તે માટે રાજ્ય સરકાર સુધારો કરવો કે નહીં તે નિર્ણય જાતે કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.