શહેરના સુરેલિયા એસ્ટેટ પાસે રહેતી ભૂમી પંચાલ ગાયક કલાકાર છે. તેના જ ઘરની સામે આવેલ કૈલાસ પાર્ક સોસાયટીમાં કુખ્યાત શખ્સ અક્ષય ભુરિયો અને અજીત વાઘેલા રહે છે. બે દિવસ પહેલા ભૂમી જશોદાનગરમાં એક સાઉન્ડવાળાનો હિસાબ કરવા ગઈ હતી. આ સમયે તેના મોબાઇલ ફોન પર અક્ષય ભુરિયાનો ફોન આવ્યો હતો. અક્ષયે ફોન કરીને કહ્યું કે, મારે એક લાખની જરૂર છે, તું નવરાત્રીમાં બહુ કમાણી છે. ભૂમીએ રૂપિયા આપવાની ના પાડતા તે આવેશમાં આવી ગયો અને ભૂમીની વાત અજીત વાઘેલા સાથે કરાવી હતી. અજીતે પણ ભૂમીને ધમકી આપતા કહ્યું, આખું સુરેલિયા મારૂં છે. તું પૈસા નહીં આપે તો તને ઉપાડી જઈશ.
ધમકી મળ્યા બાદ ભૂમી તેના ફોટોગ્રાફર સાથે ત્યાંથી કાર લઇને નીકળી ગઈ હતી. ભૂમી જ્યારે આરોપીના ઘર પાસે પહોંચી ત્યારે તેઓ હથિયાર સાથે ઉભા હતા. આરોપીઓ ભૂમીનું અપહરણ કરી ગયા અને ખંડણી માગી હતી. જે બાદમાં બંને શખ્સ કાર લઈને દાસ્તાન સર્કલ પાસે ગયા હતા. ત્યાં ભૂમી અને કાર મૂકીને આરોપી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..