- રવિવારથી કાંકરીયા ફરિ ધમધમશે
- લેસર શો, નોકટર્નલ ઝૂ, બોટિંગ, બલૂન અને ફૂડ સ્ટોલ કોરોનાની ગાઈડલાઈન સાથે શરૂ થશે
- 50 ટકા મુલાકાતીઓને અપાશે પ્રવેશ
- માસ્ક અને સેનેટાઈઝરના નિયમનો ફરજિયાત કરવો પડશે અમલ
- બે મોટા એમ્યુઝમેન્ટ પાર્ક હજુ પણ રહેશે બંધ
અમદાવાદઃ 1લી નવેમ્બરને રવિવારથી કાંકરિયા ખાતે બાળકો માટેની નાની કોઈન રાઈડ્સ શરુ કરવામાં આવશે. તેની સાથે લેસર શો, નોક્ટર્નલ ઝૂ, બોટિંગ, બલૂન, નાની રાઈડ્સ, ફૂડ કોર્ટ કોરોનાની ગાઈડલાઈન સાથે શરુ શરૂ કરવામાં આવશે.
લાઇસન્સ ધરાવતી રાઈડ્સ થશે શરૂ
કાંકરિયામાં લાયસન્સ ધરાવતી રાઈડ્સ જ શરૂ કરવાની પરવાનીગી આપવામાં આવી છે. જ્યારે અટલ એક્સપ્રેસ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી નથી. માત્ર નાની રાઈડ્સ જ અત્યારે શરૂ કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક તેમજ ટેમ્પરેચર માપી તમામ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.
લોકોનો ધસારો વધવાની શક્યતાઓ
કાંકરિયા લેક્ફ્રન્ટમાં સોમવારથી શુક્રવાર સુધીમા દરરોજ 1000થી 1500 જેટલા મુલાકાતીઓ મુલાકાત લે છે, જ્યારે શનિવાર અને રવિવારે 5000 જેટલા લોકો મુલાકાતે આવે છે. કાંકરિયામાં રાઈડ્સ શરૂ થતા આગામી દિવસોમાં લોકોનો ધસારો વધે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે.