ETV Bharat / city

98 ટકા જનતા દાગી વ્યકિતને સંસદ કે વિધાનસભામાં મોકલવા ઈચ્છતી નથીઃ ADR

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી જતાં ગુજરાતમાં દરેક રાજકીય પક્ષો તરફથી પ્રચાર પુરજોશમાં શરૂ થયો છે. હાલ લોકોમાં રાજકીય માહોલ અને ચૂંટણી ચર્ચાનો વિષય બની રહી છે, ત્યારે મતદારોના મૂડને જાણવા માટે ADR દ્વારા તાજેતરમાં જ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં મતદાન કરતી વખતે મતદાર કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખે છે તેના પર સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. આવો જોઈએ આ ખાસ અહેવાલ...

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 13, 2019, 7:05 PM IST

આ સર્વે દરમિયાન રસપ્રદ આંકડાઓ બહાર આવ્યા હતા. 83 ટકા લોકોએ મત કોને આપવો તેને પોતાનો સ્વૈચ્છિક નિર્ણય ગણાવ્યો હતો. જ્યારે 98 ટકા વ્યક્તિઓ માને છે કે, ગુનાહિત ઈતિહાસ ધરાવતાં વ્યકિતને સંસદ કે વિધાનસભામાં બેસવા અધિકાર નથી. તાજેતરમાં ADR દ્વારા ગુજરાતમાં 13 હજારથી વધુ લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં લોકો CM ઉમેદવાર, પાર્ટી, જાતિ, દારૂ કે પૈસા સહિતની કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે, એના પર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

એ.ડી.આર સર્વે

તો આવો નજર કરીએ ADR સર્વેના રસપ્રદ તારણો પર…

  • લોકસભાની ચૂંટણી નજીક આવતાં દરેક ગલી અને શેરીઓમાં ઉમેદવાર અને કાર્યકરો પ્રચાર કરી રહ્યાં છે, પરતું લોકો હવે જાગૃત થઈ ગયા છે અને ઉમેદવારને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે. મતદાન કરતી વખતે 14 ટકા લોકો ઉમેદવારને અતિ-મહત્વપૂર્ણ માને છે, જ્યારે 54 ટકા મહત્વપૂર્ણ અને 32 ટકા લોકો ઉમેદવારને મહત્વપૂર્ણ માનતા નથી.
  • કોઈપણ ઉમેદવારની જીતવાની શક્યતા ત્યારે વધી જાય છે, જ્યારે એ કોઈ મોટા રાજકીય દળ સાથે સંકળાયેલા હોય છે. મતદાન કરતી વખતે 25 ટકા લોકો પાર્ટીને અતિ-મહત્વપૂર્ણ માને છે, જ્યારે 53 ટકા મહત્વપૂર્ણ અને 21 ટકા લોકો પાર્ટીને મહત્વ આપતા નથી.
  • ચૂંટણી વખતે કોઈપણ પક્ષ ધર્મ અને જાતિના કાર્ડ રમે છે, પરતું શિક્ષણનું પ્રમાણ વધતા લોકો આ વિશે નકારાત્મક વલણ દાખવાતાં હોવાનું સામે આવ્યું છે. મતદાન કરતી વખતે 54 ટકા લોકો ધર્મ કે જાતિને મહત્વ આપતા નથી, જ્યારે 24 ટકા લોકો ધર્મ-જાતિને મહત્વપૂર્ણ અને 22 ટકા લોકો અતિ-મહત્વપૂર્ણ માને છે.
  • કોઈપણ રાજ્ય અને રાજનૈતિક દળના વિજય માટે CM ઉમેદવાર અતિ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે લોકો ચહેરો જોઈને પણ મત આપતા હોય છે. CM ઉમેદવારના ચહેરાને 39 ટકા લોકોએ મતદાન કરતી વખતે અતિ-મહત્વપૂર્ણ જ્યારે 42 ટકા મહત્વપૂર્ણ અને 19 ટકા મહત્વપૂર્ણ માનતા નથી.
  • ચૂંટણી ટાણે વોટ ફોર કેશ (રોકડ) એટલે કે ઘણીવાર પૈસાની લાલચ આપી મતદાનની ઘટના પણ બનતી હોય છે. આવા પ્રકારના સવાલના જવાબમાં 80 ટકા લોકોએ ચૂંટણી સમયે અપાતા પૈસા, દારૂ કે ભેટની ઓફરને નકારી કાઢી હતી, જ્યારે 14 ટકા લોકોએ એને મહત્વપૂર્ણ અને 6 ટકા લોકોએ આ વસ્તુઓને અતિ-મહત્વપૂર્ણ માની હતી.
  • એડીઆરના સર્વેમાં 64 ટકા લોકોએ સ્વીકાર્યું કે મતદાન અથવા ચૂંટણી ટાણે પૈસા, ભેટ કે દારૂનું વિતરણ કરવું ગુનો ગેરકાયદેસર છે, જ્યારે 36 ટકા લોકો આ વિશે જાણતા ન હોવાનો દાવો કર્યો હતો. મત વિસ્તારમાં દારૂ, પૈસા કે ભેટના વિતરણ અંગે 35 ટકા લોકોએ આ વાતનો સ્વીકાર કર્યો કે આવું થાય છે. જ્યારે 65 ટકા લોકોએ આ પ્રકારની કોઈ વસ્તુ થતી ન હોવાની વાત કરી હતી.
  • 38 ટકા લોકોએ સ્વીકાર કર્યો કે, ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોય પરતું જો એ કામ સારૂ કરે તો એને ચૂંટવો એ ખોટી બાબત નથી.

મહત્વનું છે કે, આ સર્વેમાં જેટલા 61 ટકા મતદાર ગ્રામિણ વિસ્તારમાંથી અને 39 ટકા શહેરી વિસ્તારમાંથી લેવામાં આવ્યા છે. જેમાં 66 ટકા પુરુષો અને 34 ટકા મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અહેવાલ- આકીબ છીપા, ETV BHARAT અમદાવાદ

R_GJ_AHD_06_13_APRIL_2019_ADR_REPORT_SPECIAL_VIDEO_STORY_AAQUIB_CHHIPA_AHMD

કેટેગરી- બ્રેકિંગ, ટોપ ન્યૂઝ, રાજ્ય, અમદાવાદ

------------------------------------------------------

ADR REPORTના નામે બાઈટ લાઈવ કીટથી ઉતારી છે.

98% જનતા દાગી વ્યકિતને સંસદ કે વિધાનસભામાં મોકલવા ઈચ્છતી નથીઃ ADR

બાઈટ- પંકિત જોગ, એડીઆર

અમદાવાદ- લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી જતાં ગુજરાતમાં દરેક રાજકીય પક્ષો તરફથી પ્રચાર પુરજોશમાં શરૂ થયો છે. હાલ લોકોમાં રાજકીય માહોલ અને ચૂંટણી ચર્ચાનો વિષય બની રહી છે. મતદારોના મૂડને જાણવા માટે એડીઆર દ્વારા તાજેતરમાં જ સર્વે હાથ  ધરવામાં આવ્યો હતો, જેમાં મતદાન  કરતી વખતે મતદાર કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખે છે તેના પર સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રસપ્રદ આંકડાઓ બહાર આવ્યા હતા. 83 ટકા લોકોએ મત કોને આપવો તેને પોતાનો સ્વૈચ્છિક નિર્ણય ગણાવ્યો હતો. જ્યારે 98 ટકા વ્યક્તિઓ માને છે કે ગુનાહિત ઈતિહાસ ધરાવતાં વ્યકિતને સંસદ કે વિધાનસભા જવાનો અધિકાર નથી.

તાજેતરમાં  એડીઆર દ્વારા ગુજરાતમાં 13 હજારથી વધુ લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં લોકો સીએમ ઉમેદવારપાર્ટીજાતિ, દારૂ કે પૈસા સહિતની કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે એના પર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

આવો નજર કરીએ એડીઆર સર્વેના રસપ્રદ તારણો પર…

-     લોકસભાની ચૂંટણી નજીક આવતાં દરેક ગલી અને શેરીઓમાં ઉમેદવાર અને કાર્યકરો પ્રચાર કરી રહ્યાં છે, પરતું લોકો હવે જાગૃત થઈ ગયા છે અને ઉમેદવારને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે. મતદાન કરતી વખતે 14 ટકા લોકો ઉમેદવારને અતિ-મહત્વપૂર્ણ માને છે, જ્યારે 54 ટકા મહત્વપૂર્ણ અને 32 ટકા લોકો ઉમેદવારને મહત્વપૂર્ણ માનતા નથી.

-     કોઈપણ ઉમેદવારની જીતવાની શક્યતા ત્યારે વધી જાય છે, જ્યારે એ કોઈ મોટા  રાજકીય દળ સાથે સંકળાયેલા હોય છે. મતદાન કરતી વખતે 25 ટકા લોકો પાર્ટીને અતિ-મહત્વપૂર્ણ માને છે, જ્યારે 53 ટકા મહત્વપૂર્ણ અને 21 ટકા લોકો પાર્ટીને મહત્વ આપતા નથી.

-     ચૂંટણી વખતે કોઈપણ પક્ષ ધર્મ અને જાતિના કાર્ડ રમે છે, પરતું શિક્ષણનું પ્રમાણ વધતા લોકો આ વિશે નકારાત્મક વલણ દાખવાતાં હોવાનું સામે આવ્યું છે. મતદાન કરતી વખતે 54 ટકા લોકો ધર્મ કે જાતિને મહત્વ આપતા નથી, જ્યારે 24 ટકા લોકો ધર્મ-જાતિને મહત્વપૂર્ણ અને 22 ટકા લોકો અતિ-મહત્વપૂર્ણ માને છે. 

-     કોઈપણ રાજ્ય અને રાજનૈતિક દળના વિજય માટે સીએમ ઉમેદવાર અતિ મહત્વપૂર્ણ હોય છેકારણ કે લોકો ચહેરો જોઈને પણ મત આપતા હોય છે. સીએમ ઉમેદવારના ચહેરાને 39 ટકા લોકોએ મતદાન કરતી વખતે અતિ-મહત્વપૂર્ણ જ્યારે 42 ટકા મહત્વપૂર્ણ અને 19 ટકા મહત્વપૂર્ણ માનતા નથી.

-     ચુંટણી ટાણે વોટ ફોર કેશ(રોકડ) એટલે કે ઘણીવાર પૈસાની લાલચ આપી મતદાનની ઘટના પણ બનતી હોય છે. આવા પ્રકારના સવાલના જવાબમાં 80 ટકા લોકોએ લોકોએ ચૂંટણી સમયે અપાતા પૈસાદારૂ કે ભેટની ઓફરને નકારી કાઢી છે, જ્યારે 14 ટકા લોકોએ એને મહત્વપૂર્ણ અને ટકા આ વસ્તુઓને અતિ-મહત્વપૂર્ણ માને છે.

-     એડીઆરના સર્વેમાં 64 ટકા લોકોએ સ્વીકાર્યું કે મતદાન અથવા ચૂંટણી ટાણે પૈસાભેટ કે દારૂનું વિતરણ કરવું ગુનો ગેરકાયદેસર છે, જ્યારે 36 ટકા લોકો આ વિશે જાણતા ન હોવાનો દાવો કર્યો હતો.

-     મત વિસ્તારમાં દારૂપૈસા કે ભેટના વિતરણ અંગે 35 ટકા લોકોએ આ વાતનો સ્વીકાર કર્યો કે આવું થાય છે. જ્યારે 65 ટકા લોકોએ આ પ્રકારની  કોઈ વસ્તુ થતી ન હોવાની વાત કરી હતી.

-     38 ટકા લોકોએ સ્વીકાર કર્યો કે ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોય પરતું જો એ કામ સારૂ કરે તો એને ચૂંટવો એ ખોટી બાબત નથી.

આ સર્વેમાં જેટલા 61 ટકા મતદાર ગ્રામિણ વિસ્તારમાંથી અને  39 ટકા શહેરી વિસ્તારમાંથી લેવામાં આવ્યા છે.  જેમાં 66 ટકા પુરુષો અને 34 ટકા મહિલાોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અહેવાલ- આકીબ છીપા

-- 
Regards,
Bharat Panchal
Bureau Chief
E TV Bharat Gujarat
B-507, Mondeal Heights, Near Iscon Cross Roads,
S. G. Highway, AHMEDABAD 380015
Mobile No. 81 40 36 90 90
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.