અમદાવાદ શહેરમાં સોમવારે સ્વતંત્રતા દિવસે મેઘરાજાની ફરી પધરામણી (Heavy Rain in Ahmedabad) થઈ હતી, જે સિલસિલો આજે પણ યથાવત્ રહેતા આજે વહેલી સવારથી શહેરમાં વરસાદ જોવા મળી રહ્યો છે. તેના કારણે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે વાહનચાલકોને પણ (Motorists in trouble due to rain) અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના પ્રહલાદનગર, એસ. જી. હાઈવે, વસ્ત્રાપુર, ન્યૂ રાણીપ, ચાંદખેડા, નારોલ, નિકોલ, જોધપુર જેવા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. તો આ સાથે જ લોકોએ ઠંડકનો પણ અહેસાસ કર્યો હતો. શહેરમાં આજથી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે.
કેટલાક જિલ્લાઓમાં યેલો એલર્ટ લૉ પ્રેશરની અસરથી ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય (Rainy system active in Gujarat) થઈ છે. તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ યેલો એલર્ટ છે. જ્યારે તાપી, ભરૂચ અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ છે. આ સાથે જ માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
સાબરકાંઠામાં વરસાદની સ્થિતિ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast) મુજબ આજે વહેલી સવારથી જ ભારે વરસાદ (Heavy Rain in Sabarkantha) પડી રહ્યો છે. તો હવે અહીં નદી નાળા છલકાઈ જશે. તો જિલ્લામાં હવે તંત્ર એલર્ટ પર આવી ગયું છે. અહીં વરસાદના કારણે ભેસકા અને કરોલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જ્યારે ગત રાત્રિએ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ભેસ્કા નદી 2 કાંઠે વહી હતી.
ડેમના દરવાજા ખોલવા પડ્યા સાબરકાંઠા જિલ્લામાં આવેલી હરણાવ નદીમાં 2,000 ક્યૂસેક પાણીની આવક થઈ છે. જ્યારે હરણાવ જળાશય છલકાઈ ગયું છે. આ સાથે જ હરણાવ જળાશય યોજનાના (Harnao Reservoir Scheme) ત્રણ દરવાજા ખોલી દેવાયા છે. અહીં 0.30 સેન્ટિમીટર દરવાજા ખોલતા 3,000 ક્યૂસેક પાણીની જાવક થઈ છે. જ્યારે ખેડબ્રહ્મામાં ખેડવા ડેમના દરવાજા ખોલવા પડ્યા હતી. અહીંથી 1,000 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. ને જો ભારે વરસાદ યથાવત્ રહે તો જળાશયના વધુ દરવાજા ખોલવામાં આવશે.
ગામડાના ઘરોમાં ઘૂસ્યા પાણી બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ભારે વરસાદથી કંસારી, શેરપૂરા સહિતના અનેક ગામડાઓમાં ઘરોમાં (Heavy Rain in Banaskantha) પાણી ભરાઈ ગયું છે. તો ડીસા ધાનેરા રોડ પરના ગામડાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ ઉપરાંત ઘરોમાં 2-2 ફૂટ પાણી ભરાતા લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો દર વર્ષે આ ગામડાઓમાં ઘરોમાં પાણી ઘૂસતા લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. આ ગામડાઓ નીચાણવાળા ભાગમાં આવેલો હોવાથી બેટમાં ફેરવાઈ જાય છે.
સ્થાનિકોમાં ખુશીની લહેર તો વડીયાવિર, ભાણપૂર, અબડાસણથી પસાર થતી ભેસ્કા નદીમાં નીર આવતા સ્થાનિકોમાં ખુશી જોવા (Heavy Rain in Sabarkantha) મળી હતી. તો કદીયાદરા, ભૂતિયા ગામને જોડતો રોડ ભયજનક સ્થિતિ પર પ્રવાહ જોવા મળ્યો હતો. આ ઉપરાંત વડીયાવીરથી કડીયાદરા ગામ સુધીનો જોડતો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તો ગુહાઈ જળાશયમાં નોંધપાત્ર પાણીની આવક થઈ હતી.
આ પણ વાંચો ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા વાહનવ્યવહારમાં મોટી બ્રેક
સૌથી વધુ વરસાદ ઈડરમાં સાબરકાંઠામાં (Heavy Rain in Sabarkantha) સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ ઈડરમાં પડ્યો હતો. જ્યારે પ્રાંતિજમાં અડધો ઈંચ, અન્ય તમામ તાલુકાઓમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. તો અહીં મોટા ભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. જ્યારે વડીયાવીર અને કડીયાદરા વચ્ચેનો સંપર્ક તૂટ્યો હતો.
આ પણ વાંચો વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં વાહનચાલકોને આવ્યો ભોગવવાનો વારો
પાટણમાં સાર્વત્રિક વરસાદ જિલ્લામાં ગત મોડી રાતથી પંથકમાં વરસાદી (Heavy Rain in Patan) માહોલ જામ્યો છે. ત્યારે આજે બીજા દિવસે વહેલી સવારથી જ વરસાદી માહોલ યથાવત્ છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે ભેજનું પ્રમાણ વધતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
પાટણમાં ક્યાં કેટલો વરસાદ જિલ્લામાં ગત મોડી રાતથી (Heavy Rain in Patan) સવારે 8 વાગ્યા સુધીમાં પડેલા વરસાદી આંકડા પર નજર કરીએ તો, સિદ્ધપુરમાં 39 મિમી, સરસ્વતીમાં 13 મિમી, પાટણ 8 મિમી, સમીમાં 7 મિમી, શંખેશ્વર 5 મિમી, સાંતલપુરમાં 3 મિમી, હારિજમાં 3 મિમી વરસાદ વરસ્યો હતો.