- બી યુ પરમિશન વગરની ઇમારતોને સીલ કરવા મામલે આપના સવાલ
- અધિકારીઓ - બિલ્ડરના લાગવગાના કારણે બીયુ પરમિશન વગર બિલ્ડિંગો થઇ ઉભી
- અધિકારીઓને દંડવાને બદલે વેપારીઓ થાય છે હેરાન
અમદાવાદ: આપના કાર્યકર પ્રણવ ઠક્કરે જણાવ્યું હતું કે જે પણ કોમ્પ્લેક્સને મનપા દ્વારા નોટિસ આપ્યા વગર BU વગરની મિલકતને સીલ મારી દેવામાં આવે છે તે બાબતે વેપારીઓના ધંધા વેપાર બંધ થયા છે. અત્યારે વેપારીઓ અને તેમને ત્યાં નોકરી કરતા લોકો બેરોજગાર થયા છે. અધિકારી અને બિલ્ડરની મીલિભગતના લીધે જ આજે વેપારીઓ દંડાઇ રહ્યાં છે એટલે જેમણે ખરેખર ગુનો કર્યો છે તેમના વિરુદ્ધ પગલાં ન લેવાતા જે લોકોને કશી જ ખબર નથી પડતી. તેવા નિર્દોષ વેપારીઓ સામે પગલાં લેવામાં આવી રહ્યાં છે. જો વેપારીઓ સામે તાત્કાલિક ધોરણે રાહત કયા પગલાં ન લેવામાં આવે તો આમ આદમી પાર્ટી આગામી સમયમાં આંદોલન સ્વરૂપે ગાંધી ચિંધ્યા માર્ગે વેપારીઓને સમર્થનમાં ઉતરી આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચો: Gujarat Assembly Election-2022: કેજરીવાલ મુલાકાતથી આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં વધ્યો વ્યાપ