અમદાવાદઃ ગુજરાત રાજ્યમાંથી એક બાજુ પશુઓમાં લમ્પી (Lumpy Skin Disease Virus in Gujarat) વાયરસના કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ મહાનગર અમદાવાદમાંથી ગાયના મૃત્યું થયાનો મામલો સામે આવ્યો છે. આ મુદ્દે હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા (Isudan Gadhvi Aam Admi Party) ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગાયની સુરક્ષા-સાચવણી મુદ્દે કોર્પોરેશન (Negligence of AMC) તંત્ર બેદરકાર છે. પશુ પાલકો પણ આક્ષેપ લગાવે છે કે, સરખેજ-બાકરોલ હાઇવે પર આવેલ કોર્પોરેશન સંચાલિત પાંજરાપોળમાં લગભગ 20 જેટલી ગાયના મૃત્યુ થયા છે. પાંજરાપોળમાં ગાયની યોગ્ય સારસંભાળ કરવામાં આવતી ન હોવાથી ગાયના મૃત્યુ થયા છે.
આ પણ વાંચો : વલસાડ જોરાવાસણ સ્ટેશન નજીકમાં ગૂડ્સ ટ્રેન અડફટે 11 ગાયોના કરુણ મૃત્યુ, ત્રણ ને ઈજાઓ
શું કહે છે ઈસુદાનઃ આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, જે રીતે મને વાવડ મળ્યા છે એમ, ભાજપ સંચાલિત કોર્પોરેશનના પાંજરાપોળમાં 20 જેટલી ગાયના મૃત્યું થયા છે. ગાયને ભાજપ સરકાર નથી ઘાસચારો આપી શકી, નથી યોગ્ય રીતે સાચવવાની વ્યવસ્થા કરી શકી. વર્ષોથી અમદાવાદ કોર્પોરેશનમાં અને ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકાર સત્તા પર છે. આ થોડા વરસાદમાં ગાયના જે મોત થયા છે. ગાય માટે ડૉક્ટર્સ રાખ્યા છે. પણ એ ક્યાં છે એની ખબર નથી. એની વ્યવસ્થા કરવામાં આવે. યોગ્ય પ્રમાણમાં ઘાસચારો હોય.
આ પણ વાંચો : ગાય, બાળક અને માતાનું વાત્સલ્ય, એક જ તસવીરમાં અનેક ગણો પ્રેમ, VIDEO
મુલ્યાંકન થતું જ નથીઃ તેમણે વધુમાં કહ્યું કે, જે રીતે પાંજરાપોળનું નિરિક્ષણ કરવાનું હોય, મુલ્યાંકન કરવાનું હોય એમાં ભાજપ ઊણું ઊતર્યું છે. આ ભ્રષ્ટ ભાજપને માત્ર ભ્રષ્ટાચાર ક્યાંથી મળે. ક્યાંથી મલાઈ મળે. એના પર જ એની નજર હોય છે. એના કારણે જ આજે 20 ગાયના મોત થયા છે. ભાજપે ઘણી વખત ગાયના નામે રાજકારણ કરીને મત માંગ્યા છે. પણ ગાયની સુરક્ષા ક્યારેય ભાજપે નથી કરી. આજે ગાય વિરોધી ભાજપની માનસિકતા છે. જે દુઃખની બાબત છે. આ પહેલા પણ ગાય મરવાના સમાચાર આવ્યા છે. તો ય ભાજપના પેટનું પાણી હલતું નથી. ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વાત તો અલગ છે. પણ કમ સે કમ એની સુરક્ષા તો કરો. ભ્રષ્ટ ભાજપની દોગલી નીતિ છે એને પ્રજા ઓળખી ગઈ છે.