ETV Bharat / city

1લી સપ્ટેમ્બરથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઓક્સિજન તપાસ અભિયાન શરૂ કરશે - oxygen test campaign

આમ આદમી પાર્ટી ગુજરાતનું કહેવું છે કે, ગુજરાત સરકાર કોરોના મહામારી સામે લડવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. આ મહામારી રોકવામાં ગુજરાત સરકારની સમજશક્તિ અને ઈચ્છાશક્તિનો અભાવ જનતાને સ્પષ્ટ પણે દેખાઈ આવે છે. એમણે ગુજરાતની જનતાને પોતાના હાલ ઉપર છોડી દીધી છે.

1 સપ્ટેમ્બરથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઓક્સિજન તપાસ અભિયાન શરૂ કરશે

author img

By

Published : Aug 30, 2020, 4:48 AM IST

અમદાવાદઃ કોરોના એક એવી બીમારી છે, જેમાં લોહીમાં પ્રાણવાયુની માત્રા ઓછી થઈ જાય છે. જેથી હૃદય, ફેફસાં, શરીરના અન્ય ભાગો તથા મગજને જરૂરી પ્રમાણમાં પ્રાણવાયુ મળી શકતો નથી. જેની અવગણના જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

આમ આદમી પાર્ટી ગુજરાતમાં 1 સપ્ટેમ્બરથી પ્રદેશ ઉપપ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીમાં યુવા જોડો અભિયાન શરૂ કરવા જઇ રહી છે. સાથે-સાથે સમગ્ર રાજ્યમાં 1000 તપાસ કેન્દ્ર ખોલશે અને 5000થી વધુ કાર્યકર્તાઓ લોકોનું ઓક્સિજન લેવલ ઘરે-ઘરે જઈ તપાસ કરશે. તેઓ ઓક્સીમિત્ર બની ઓક્સીમિટર અને સેનિટાઈઝર તથા માસ્ક અને પૂરતી સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે ગુજરાતભરમાં બુથ લેવલ પર જઈને ઓક્સિજનની માપણી કરશે અને જો ઓછું જણાય તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં મદદ કરશે.

1લી સપ્ટેમ્બરથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઓક્સિજન તપાસ અભિયાન શરૂ કરશે

કોરોના મહામારીમાં દિલ્હી મોડલની સફળતા અને આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર દ્વારા જનતા લક્ષી કરેલા કાર્યો વિશે લોકોને માહિતગાર કરવામાં આવશે અને પ્રચાર પ્રસાર તથા કાર્યકર્તા જોડો અભિયાન ચલાવવામાં આવશે.

આ સાથે આમ આદમી પાર્ટીના ગુજરાતમાં વધતા જતા સંગઠન અને કાર્યો તેમજ ગુજરાત સરકારની નિષ્ફળતાનો પણ ચિતાર અને આમ આદમી પાર્ટી જ કેમ શ્રેષ્ઠ વિકલ્પ છે, તે વિશે જનતાને જણાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.