- હોળીના દિવસે AAPએ વોર્ડ પ્રમુખની વરણી કરી
- AAPએ મહિલા પ્રમુખ હોદ્દેદારોની વરણી કરી
- જે. જે. મેવાડાને 20મી તારીખે શહેર પ્રમુખની જવાબદારી સોંપાઈ
અમદાવાદઃ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ જે. જે. મેવાડા કે જેમણે ગત 20મી તારીખે શહેર પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે અમદાવાદના અલગ અલગ વોર્ડના પ્રમુખ અને મહિલા અધ્યક્ષ બનાવી હોદ્દેદારોની વરણી કરી હતી. વોર્ડ પ્રમુખો દ્વારા આગામી સમયમાં કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીના વિચારો સાથે જોડીને કાર્ય કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં AAPની પ્રથમ યાદી જાહેર
આમ આદમી પાર્ટીમાં મહિલાઓનું કદ મોટું કરશે
વોર્ડ પ્રમુખો સાથે દરેક વોર્ડમાં મહિલા પ્રમુખ અને હોદ્દેદારોની પણ નિમણુંક કરવામાં આવી છે અને જેઓ આમ આદમી પાર્ટીમાં મહિલાઓનું કદ મોટું કરશે અને દરેક વોર્ડમાં મહિલાઓને આમ આદમી પાર્ટીના કાર્ય અને દિલ્હી મોડલની માહિતી આપશે.
શહેર પ્રભારી શિવકુમાર ઉપાધ્યાય અને ઝોન સંગઠન મંત્રી હસમુખ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા
આ ઉપરાંત અમદાવાદ શહેરના આમ આદમી પાર્ટીમાં ઝોન પ્રભારી શિવકુમાર ઉપાધ્યાય અને ઝોન સંગઠન મંત્રી હસમુખ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંગે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં દરેક વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખવામાં આવી રહ્યા છે. તેમણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીતની આશા વ્યક્ત કરી હતી અને આગામી દિવસોમાં દિલ્હીના સ્ટાર પ્રચારકો પણ ગાંધીનગરમાં પ્રચાર અને પ્રસાર માટે આવી શકે છે તેવું જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ રાજકોટમાં AAPના આગેવાનો સહિત 300થી વધુ કાર્યકરોએ આપ્યું સામુહિક રાજીનામું