વિરમગામઃ માંડલ મામલતદાર કચેરીના જનસેવા વિભાગમાં નવા આધાર કાર્ડ કાઢવાનું કામ એજન્સીને આપવામાં આવે છે. જોકે કોરોના વાઈરસના કારણે માર્ચ મહિના થી સરકાર દ્વારા લોકડાઉન જાહેર કર્યા બાદ આધાર કાર્ડની સંપુર્ણ કામગીરી બંધ હતી, પરંતુ જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડની સેવા ફરી શરૂ થઈ ગઈ છે.
માંડલ મામલતદાર કચેરીના જનસેવા વિભાગમાં નવા આધાર કાર્ડ કઢાવવા, જન્મતારીખ કે અટક/નામો, સરનામું જેવી વિગતો સુધારો કરવા માટે આધાર કાર્ડની એજન્સી આપવામાં આવી છે. જેમાં એક કર્મચારી બેસે છે. જો કે કોરોના વાઈરસના કારણે માર્ચ મહિનામાં લોકડાઉન આવ્યા બાદ આ આધાર કાર્ડની સંપૂર્ણ કામગીરી બંધ કરાઈ હતી. જો કે લોકડાઉન દરમિયાન ગુજરાત અને સમગ્ર દેશમાં સરકારી કચેરીઓના તમામ કામકાજો ભારત સરકાર દ્વારા જાહેરનામા મુજબ બંધ કરી દેવામાં આવ્યા હતાં. સરકાર દ્વારા લોકડાઉન ખોલ્યા ફરી એકવાર માંડલ મામલતદાર કચેરીમાં આધાર કાર્ડ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાનગી આધાર કાર્ડ કેન્દ્ર પર પ્રજાને વધારે રૂપિયા આપવા પડે છે, જેના કારણે પ્રજા છેતરાય છે. જોકે સરકારના હાથ નીચે રહેલી એજન્સીઓ પર પાકી પહોંચ આપવી પડે અને રૂપિયા પણ વધારે લઈ શકે નહીં. આથી પ્રજાનું યોગ્ય રૂપિયામાં યોગ્ય કામ થઈ શકે.
આમ માંડલ મામલતદાર કચેરીમાં આધાર કાર્ડ કઢાવવા, જન્મતારીખ કે અટક/નામો, સરનામું જેવી વિગતો સુધારો કરવા માટે આધાર કાર્ડની સેવા ફરીથી શરૂ થઈ ગઈ છે. આધાર કાર્ડ કઢાવવા આવેલા અરજદારે કચેરીના પાછળના ભાગેથી જ બારી ઉપરથી પ્રોસેસ કરવાની રહેશે. હાલ કોરોના મહામારી યથાવત છે. ત્યારે આધાર કર્મચારી અને અરજદારે ફરજિયાત માસ્ક પણ પહેરવું પડશે.
એક અરજદારનું આધાર કાર્ડનું કામ પૂર્ણ થયા પછી ફિંગરપ્રિન્ટ મશીનને રૂમાલથી સાફ કરવામાં આવશે. જેના કારણે સાવચેતી જળવાઈ રહે અને કોરોનાથી બચી શકાય છે.