- વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને વેગ આપવા સરકાર કાર્યરત
- 75 જેટલા સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને દ્વારા માર્કેટમાં મુકાયા
- સ્ટાર્ટઅપ અને ઇનોવેશન કરનાર વિદ્યાર્થીઓ માટે વેબસાઈટ તૈયાર કરાશે
- ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ મામલે સરકાર સાથે બેઠક કરીને નિર્ણય કરાશે
અમદાવાદ : આ કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન કરનારા વિદ્યાર્થીઓને ચેક આપી તેમજ ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શિક્ષણ પ્રઘાન જીતુ વાઘાણી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓના જુદા જુદા સ્ટાર્ટઅપ અંગે માહિતી મેળવી હતી. ત્યારે વિદ્યાર્થીઓને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. આજે આ કાર્યક્રમ દરમિયાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, Startup અને ઇનોવેશન કરનારા યુવાનો માટે એક વેબસાઈટ તૈયાર કરવામાં આવશે. આ વેબસાઈટ બનાવવા થી યુવાનોને માર્કેટ મળી રહેશે આ સાથે જ ઇનોવેશન કલબ આપણે બનાવવા જઈ રહ્યા છીએ.
આ પણ વાંચો :ક્વાડ વૈશ્વિક ભલાઈ માટે એક તાકાત તરીકે કામ કરશે: નરેન્દ્ર મોદી
ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા માટે સરકાર સાથે બેસીને આગામી સમયમાં તે અંગે નિર્ણય લેવાશે
ત્યારે સ્માર્ટ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડિયા હેકાથોન માં જુદી-જુદી અઢાર ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિજેતા ટીમને સર્ટીફીકેટ તેમજ 50 હજારનો ચેક આપવામાં આવ્યો હતો. જ્યારે આ કાર્યક્રમ દરમિયાન પાર્થ પુસ્તક મંડળ મામલે જીતુ વાઘાણી નિવેદન આપ્યું હતું કે, ધોરણ 1 થી 8 ના પુસ્તકો પહોંચી ગયા છે. ધોરણ ૯ થી ૧૨ ના પુસ્તકો ની જવાબદારી મેં લીધી એ પહેલા હાઈકોર્ટમાં કેસ ચાલતો હતો. 17 તારીખે કેસ પૂર્ણ થયો છે ત્યારે આગામી 15 દિવસમાં બાકી રહેતા તમામ પુસ્તકો મળી જશે. ત્યારે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા માટે સરકાર સાથે બેસીને વિચારીશું અને આગામી સમયમાં તે અંગે નિર્ણય કરીશું. ત્યારે હાલમાં આ અંગે કોઈ વિચારણા ચાલી રહી નથી.
આ પણ વાંચો : સંયુક્ત રાષ્ટ્રમાં આજે મોદીનું સંબોધન, આખા વિશ્વની નજર હશે વડાપ્રધાનના ભાષણ પર