ETV Bharat / city

અમદાવાદ: ગરીબ બાળકોને ભણતર સાથે પૌષ્ટિક આહાર આપવા હરતી ફરતી વાન શરુ કરાઈ - nutritious food to the poor children

પ્રેરણા જન સહયોગ ફાઉન્ડેશન વર્ષ 2015થી ગરીબ અને નિ:સહાય પરિવારો માટે કામ કરે છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને મેડિકલ ચેકઅપ કરાવીને દવાઓનું વિતરણ કરવાનું કાર્ય કરે છે અને સહાય પૂરી પાડે છે. કોરોનાની મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ઝૂંપડપટ્ટીના બાળકોનું યોગ્ય ધ્યાન રાખ્યા પછી સંસ્થા દ્વારા બાળકો માટે એક હરતી ફરતી વાન શરૂ કરવામાં આવી રહી છે. જેથી, અમદાવાદના દરેક ગરીબ બાળકોને સમયસર ભોજન અને ભણતર મળી રહે.

ગરીબ બાળકોને ભણતર સાથે પૌષ્ટિક આહાર આપવા હરતી ફરતી વાન શરુ કરાઈ

author img

By

Published : Mar 19, 2021, 1:02 PM IST

  • ગરીબ અને ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવવામાં આવે છે
  • સંસ્થા દ્વારા શૈક્ષણિક સામગ્રી પણ આપવામાં આવે છે
  • હવે ભણતર સાથે પૌષ્ટિક આહાર વિનામૂલ્યે અપાશે

અમદાવાદ: ગરીબ અને નિઃસહાય પરિવારો માટે વર્ષ 2015થી કાર્ય કરતા પ્રેરણા જન સહયોગ ફાઉન્ડેશન દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા વિદ્યાર્થીઓ માટે મેડિકલ ચેક-અપ યોજવાથી લઈને તેમના અભ્યાસ માટે કાર્ય કરે છે. તાજેતરમાં વિદ્યાર્થીઓને ભણતર સાથે પૌષ્ટિક આહાર પણ મળી રહે તે માટે ફૂડ ટ્રક શરૂ કરવામાં આવ્યો છે. જેના થકી ગરીબ વિદ્યાર્થીઓને એક જ સ્થળે ભોજન અને ભણતર મળી રહે.

આ પણ વાંચો: રાજકોટ જિલ્લાના 39 હજારથી વધુ બાળકોને ઘર બેઠા મળ્યો પોષણયુક્ત આહાર

મુખ્ય ધ્યેય તમામ સામાજિક જવાબદારીઓ પૂરી કરવાનો છે

પ્રેરણા જન સહયોગ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અનિલ શર્માએ વાત કરતા જણાવ્યું કે, આ કાર્યક્રમ થકી અમે અમદાવાદના જુદા જુદા ભાગોમાં ગરીબ અને ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવીશું અને યોગ્ય સમયે ભોજન આપીને તમામ જવાબદારીઓ પૂરી કરી શકીશું. સંસ્થા શિયાળા દરમિયાન રસ્તા પર સૂઈ જતા જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાં અને ધાબળાનું પણ વિતરણ કરે છે અને વરસાદની મોસમમાં શ્રમિકોને નિ:શુલ્ક ખોરાકનું વિતરણ પણ કરે છે.

આ પણ વાંચો: સાબરકાંઠામાં 52 હજારથી વધારે બાળકોને પોષણયુક્ત ખોરાક અપાયો

લોકડાઉનમાં પરપ્રાંતિય શ્રમિકો માટે કરાઈ હતી કામગીરી

કોરોનાને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા લોકડાઉનનાં સમયે નારોલ પોલીસની સાથે પરપ્રાંતિયો અને શ્રમિકોને સેનેટાઇઝર, દૂધ અને માસ્ક સહિતની મદદ આપવામાં આવી હતી. હવે સંસ્થા દ્વારા મોબાઇલ વાન ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દ્વારા ઝૂંપડીઓ અને રસ્તાઓ પર સૂતા કુટુંબોના બાળકો માટે શૈક્ષણિક સામગ્રી અને ભોજન વિતરણની સાથે સાથે શિક્ષણ આપવાનું કામ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.