ETV Bharat / city

Organ Donation In Ahmedabad Civil Hospital: 3 બહેનોનો એકના એક ભાઈના અંગદાનથી 5 લોકોને મળ્યું નવું જીવન

રોડ અકસ્માત (road accident in talod sabarkantha) થતા સાબરકાંઠાના તલોદના યુવકને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ (ahmedabad civil hospital) લાવવામાં આવ્યો હતો. અહીં ડૉક્ટરોએ તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. 12 ડિસેમ્બરના જ 21 વર્ષના મૃતક યુવકની સગાઈ થઈ હતી. 3 બહેનો વચ્ચે એકના એક ભાઇનું આમ અકાળે મોત થતા બહેનો પર આભ તૂટી પડ્યું હતું. સિવિલ હોસ્પિટલની SOTTO ટીમે (state organ tissue transplant organisation) બહેનોને અને પરિવારને અંગદાન વિશે સમજ્યા હતા. મૃતક મેહુલ ભાઇના અંગદાન (Organ Donation In Ahmedabad Civil Hospital)થી 5 લોકોને નવું જીવન મળ્યું છે.

Organ Donation In Ahmedabad Civil Hospital: 3 બહેનોનો એકના એક ભાઈના અંગદાનથી 5 લોકોને મળ્યું નવું જીવન
Organ Donation In Ahmedabad Civil Hospital: 3 બહેનોનો એકના એક ભાઈના અંગદાનથી 5 લોકોને મળ્યું નવું જીવન
author img

By

Published : Dec 17, 2021, 10:12 PM IST

અમદાવાદ: કાળનો અણધાર્યો પ્રહાર કોઇએ થતો જોયો છે? માણસ ધારે તો કાળની થપાટમાં સ્વજન ગુમાવનારા આપ્તજનો પોતાના વ્હાલામાં વ્હાલા સ્વજનની યાદને અંગદાન (organ donation in ahmedabad) દ્વારા ચિરસ્મરણીય બનાવી શકે છે. આવો જ એક કરૂણતામય કિસ્સો તલોદ તાલુકામાં જોવા મળ્યો, જેમાં 3 બહેનોનો એકનો એક વીરો મૃત્યુ પછી જરૂરિયામંદોને અંગો આપીને 'વીરોનો વીર' બન્યો છે.

5 લોકોને જીવનદાન મળ્યું

ત્રણેય બહેનોએ પોતાના એકના એક મૃતક ભાઈના અંગોનું અંગદાન કરીને અન્ય 5ને જીવનદાન આપ્યું છે. જેણે આ કિસ્સો સાંભળ્યો એ મૃતકની બહેનોની ભાવનાને બિરદાવવાનું ચૂક્યા નથી. સાબરકાંઠાના તલોદ (talod sabarkantha) તાલુકામાં રહેતા મેહુલભાઈ પરમારે બાળપણમાં જ માતાપિતાની છત્રછાયાં ગુમાવી દીધી હતી. નાનપણથી 3 બહેનો સાથે રહીને મોટા થયા હતા. બાળપણથી જ મેહુલભાઈના જીવનમાં ઘણો સંઘર્ષ હતો.

12 ડિસેમ્બરના રોજ સગાઈ થઈ હતી

સાબરકાંઠાના તલોદ (talod sabarkantha) તાલુકામાં રહેતા મેહુલભાઈ પરમારે બાળપણમાં જ માતાપિતાની છત્રછાયાં ગુમાવી દીધી હતી

આકરી મહેનત કરીને પોતાનું અને 3 બહેનોના બનેલા પરિવારનું ગુજરાન ચલાવતા. હંમેશા બીજાની વ્હારે અને મદદે જનારા મેહુલભાઈની હજુ 12 ડિસેમ્બરે જ સગાઈ થઈ હતી. જીવનમાં હજૂ તો પોતાની પ્રિયતમાનો હાથ હાથમાં લઇને સજોડે ડગ માણીને સાંસારિક જીવનની શરૂઆત કરવાની હતી. 3 બહેનો તેમના એકના એક માડીજાયા ભાઈ એવા મેહુલભાઈના લગ્નમાં શું પહેરશું? કેવા મહાલીશું? ભાભીને કેવી રીતે ઘરે લાવીશું? પરિવારની કઇ વ્યક્તિ શું પહેરશે તેના આયોજનમાં ગળાડૂબ થઈ ગઈ હતી, પરંતુ વિધાતાએ મેહુલભાઈનું ભાવિ કંઈક અલગ જ લખ્યું હતું.

સિવિલ હૉસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા

13 ડિસેમ્બરે તલોદ રોડ અકસ્માત (road accident in talod sabarkantha)માં મેહુલભાઈને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (ahmedabad civil hospital)માં લઇ જવાયા, જ્યાં તબીબો દ્વારા તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. મેહુલભાઈને બ્રેઇનડેડ જાહેર કરાતા સિવિલ હોસ્પિટલની SOTTO (state organ tissue transplant organisation)ની ટીમ દ્વારા તેમના પરિવારજનોને અંગદાન વિશે વિગતવાર સમજણ આપતા મેહુલની 3 બહેનો સહિત પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી.

355 દિવસમાં હોસ્પિટલમાં 24 અંગદાન

મેહુલભાઈના અંગોના દાન થકી અન્ય 5 વ્યક્તિઓને જીવતદાન મળવા જઇ રહ્યું છે.

બ્રેઇનડેડ થયેલા મેહુલભાઈના અંગદાન (Organ Donation In Ahmedabad Civil Hospital) થકી હૃદય, લિવર, સ્વાદુપિંડ અને બંને કિડનીનું દાન મળ્યું, જે જરૂરિયાતમંદ દર્દીમાં ટૂંક સમયમાં જ પ્રત્યારોપણ કરવામાં આવશે. મેહુલભાઈના અંગોના દાન થકી અન્ય 5 વ્યક્તિઓને જીવતદાન મળવા જઇ રહ્યું છે. અંગદાન વિશેની સમગ્ર વિગતો આપતા ડૉ. રાકેશ જોષી કહે છે કે, "સિવિલ હોસ્પિટલને રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળ્યાના 355 દિવસમાં હોસ્પિટલમાં 24 અંગદાનમાં સફળતા મળી છે."

અંગદાનથી 68 લોકોને નવજીવન મળ્યું

તેમણે વધુમાં જણાવ્યું કે, "અત્યાર સુધીમાં 24 વ્યક્તિઓના 81 અંગોના દાન થકી 68 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દિવસ-રાત નિષ્ઠાપૂર્વક અંગદાનની જાગૃકતા અને સફળતા માટે કામગીરી કરી રહી છે, જેના પરિણામે આજે સમગ્ર શહેર અને રાજ્યમાં અંગદાન (organ donation in gujarat)ની પ્રવૃતિએ વેગ પકડ્યો છે. અંગદાન થકી જરૂરિયાતમંદ દર્દીનો જીવન સુધાર થઇ રહ્યો છે. આજે બ્રેઇન ડેડ થતા વ્યક્તિના પરિવારજનો પણ અંગદાનનું મહત્વ સમજીને અંગદાન એ જ મહાદાનની પરિકલ્પનાને સાકાર કરી કરી રહ્યા છે."

અંગદાન થકી મૃત્યુ પામીને પણ જીવી જાય છે મેહૂલભાઈ જેવા વિરલા

કાળનો પ્રહાર જ્યારે થવાનો હોય છે, ત્યારે કોઇને અગાઉથી કંઈ જ ખબર પડતી નથી અને અચાનક અનેક લોકોના ચાહીતા, માનીતા અને હૃદયના ટૂકડા જેવા લોકો ક્ષણવારમાં સંસાર છોડીને અનંતની વાટ પકડી લેતા હોય છે. જો કે તેમના અંગોનું દાન કરીને તેમની યાદોને અવશ્ય ચિરસ્મરણિય બનાવી શકાય છે.

આ પણ વાંચો: Vaccination In Ahmedabad: જાહેર સ્થળોએ પ્રવેશ માટે ફરજિયાત વેક્સિનેશનના નોટિફિકેશનને હાઇકોર્ટમાં પડકાર, જાણો કોર્ટે શું કહ્યું

આ પણ વાંચો: Gujarat High Court Suo Moto: હાઇકોર્ટની રાજ્યના શિક્ષણ પ્રધાનને ફટકાર, કહ્યું- નિવેદન આપતા પહેલા વાણી ઉપર સંયમ રાખવો જોઈએ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.