અમદાવાદઃ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના મહામારી અંગે થેયેલી કામગીરીમાં આંચકારૂપ બાબતએ સામે આવી કે, અમદાવાદ ગ્રામ્યમાં કુલ 135 પોઝિટિવ કેસ નોંધાયા છે. અને ગ્રામ્યમાં 16.46 લાખ કરતા વધારે માનવ વસ્તી છે. જેની સામે છેલ્લા બે મહિનામાં કોરોનાના વાયરસ અંગેના માત્ર 3 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે. દર 550 લોકોએ એક ટેસ્ટ થતો હોવાનું આંકડા સુચવે છે. આમ છતા સારી બાબત એ છે કે, અમદાવાદ જિલ્લામાં કુલ 9 તાલુકાઓ આવેલા છે. જે પૈકી દેત્રોજ અને ધોલેરા બે તાલુકા એવા છે કે જ્યા હજુ સુધી કોરોના વાયરસનો પગપેસારો થયો નથી. આ ઉપરાંત માંડલ તાલુકામાં માત્ર એક કેસ હતો જે વ્યક્તિ સાજી થતા હાલ માંડલ તાલુકો પણ કોરોના મુક્ત કહી શકાય.
ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ 135 કેસ નોંધાયા અમદાવાદ શહેરમાથી ગ્રામ્ય વિસ્તારમાં અવર જવાર વધારે રહેતી હોવના કારણે શહેરનો કોરોનાનો ચેપ ગ્રામ્ય વિસ્તારમાં ન ઘુસે તે માટે વહિવટીતંત્ર દ્વારા કેટલાક ખાસ પગલા પણ લેવામાં આવી રહ્યાં છે. અમદાવાદ ગ્રામ્યમાં આવતા-જતા દરેક વ્યક્તિનું સ્ક્રિનિંગ થાય છે. ઉકાળાના 15.03 લાખ ડોઝનું વિતરણ કરવામાં આવ્યુ. સમસમવટીના 11,967 ડોઝનું વિતરણ કરવામાં આવ્યુ. મહોમિયોપેથીની આર્સેનિક આલ્બમ 4.43 લાખ ડોઝનું વિતરણ કરાયુ. ડેસ્કબોર્ડની રચના કરીને પોઝીટીવ કેસ શોધવાનો પ્રયાસ કરાયો. જાણ કરનારના ઘરે આરોગ્યની ટીમ પહોંચે તેવી વ્યવસ્થા કરાઈ છે.
ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ 135 કેસ નોંધાયા