- વલ્લભ સદન મંદિરમાં પત્રકાર પરિષદ રાખવામાં આવતા અનેક તર્કવિતર્ક
- પત્રકાર પરિષદ પહેલા જ ઉતારી દેવામાં આવ્યા ચંપલ
- કેજરીવાલની પત્રકાર પરિષદમાં તમામ લોકોને ચંપલ બહાર ઉતારી દેવડાવ્યા
અમદાવાદ: ગુજરાત મુલાકાતે આવી પહોંચેલા દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વના એલાનો કર્યા હતા પરંતુ તે પહેલા પત્રકાર પરિષદમાં ઉપસ્થિત થયેલ તમામ લોકોના ચંપલ આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તા હોય બહાર ઉતારી દેવામાં આવ્યા હતા. ચંપલ બહાર ઉતારવા નું જણાવતાં જ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. શંકા એક તે પણ થઈ રહી છે. કે અનેકો વખત અરવિંદ કેજરીવાલ પર ચંપલ વડે હુમલા થયેલા છે જેની ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટીના કાર્યકરો માં ભય જોવા મળતો હતો તેના ભાગરૂપે જ મંદિરમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
કેજરીવાલ પર ઘણી વખત થયેલા છે હુમલા
રાજનીતિના ઇતિહાસમાં સૌથી વધુ વખત લાફો, ચંપલ વડે હુમલાઓ જો કોઈ નેતા ઉપર થયા હશે તો તે અરવિંદ કેજરીવાલ રહેલા છે અરવિંદ કેજરીવાલ પર અનેક વખત સહી અંડા ચંપલ અને લાફા મારવાની ઘટના તે કોઈ નવી ઘટના નથી. ત્યારે તેવા ભયની હેઠળ ગુજરાત આમ આદમી પાર્ટીએ અમદાવાદ સ્થિત વલ્લભ સદન માં પત્રકાર પરિષદ આયોજિત કરી હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.