ETV Bharat / city

અમદાવાદમાં રક્ષક જ ભક્ષક બન્યો, પોલીસ કોન્સ્ટેબલે બે સગીરને માર્યો ઢોર માર - ચાંદખેડામાં બે સગીરને પોલીસે માર્યા

અમદાવાદ શહેરમાં રક્ષક જ ભક્ષક બન્યો છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ દ્વારા બે સગીરને ઢોર માર (Police constable beat two minors) મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ છે.

constable beat two minors In Ahmedabaad
constable beat two minors In Ahmedabaad
author img

By

Published : Jan 8, 2022, 8:58 AM IST

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે સગીરને પોલીસ દ્વારા માર મારવાની ઘટના (Police beat two minors in Chandkheda) સામે આવી છે. ગત બુધવારે આ બન્ને સગીર પોતાના અભ્યાસ અર્થે હાઈસ્કૂલ ગયા હતા અને વાલીઓ પર ફોન આવ્યો કે તમારા બાળકોને ચાંદખેડા પોલીસની PCR વાનમાં બેસાડીને અવાવરું જગ્યા લઇ જવાયા છે અને ત્યાં તેને પોલીસ કર્મીઓએ ઢોર માર (constable beat two minors) માર્યો છે, જેનાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ વાત સાંભળી સગીરના વાલીઓ તાત્કાલિક આ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

અમદાવાદમાં રક્ષક જ ભક્ષક બન્યો, પોલીસ કોન્સ્ટેબલે બે સગીરને માર્યો ઢોર માર

સગીરને નજીવી બાબતની આટલી મોટી સજા આપી

પરિવારે સગીરની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, પોતાની સાથે જ અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની મજાક કરી હતી, જેને કારણે તે વિદ્યાર્થીએ ધર્મના બનાવેલા મામા એવા પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચાવડાને જાણ કરી હતી. જે તેની મજાક કરવામાં આવી છે તે વાત ને લઇને મહિપાલસિંહ ચાવડાએ બન્ને સગીરને સમાધાન કરવા માટે બોલાવ્યા અને PCR વાનમાં બેસાડીને અવાવરું જગ્યા પર લઈ જઈને અપશબ્દો બોલીને પોલીસની લાકડીથી ઢોર માર માર્યો હતો. પોલીસ કર્મી મહિપાલસિંહ ચાવડાએ પોતાની વર્દીનો ખોટી રીતે દુરુપયોગ કરીને માસુમ સગીરને નજીવી બાબતની આટલી મોટી સજા આપી હતી.

ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી

આ સમગ્ર મામલે પરિવારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે ચાંદખેડા પોલીસે પોતાના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Corona In Ahmedabad: કોરોનાનું સંક્રમણ વધતા સ્કૂલો અને વાલીઓના હિતમાં DEOનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો: ઓમિક્રોન સામે આયુર્વેદમાં બાળકો અને મોટા લોકો માટે ઉપચાર શું ? જાણો તબીબોના મુખે...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.