પીએમ મોદીએ ગાંધી જન્મ જયંતી નિમિત્તે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. જયાં તેમણે ત્રણ કલાક જેટલો પસાર કર્યો હતો.પીએમ મોદીએ વર્ષ 2014માં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. તેને લઈને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સરપંચ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં આશરે 30 હજાર સરપંચોનું સંબોધન કરતા તેમણએ ખુલ્લામાં શૌચ ક્રિયાથી મુક્ત દેશની જાહેરાત કરી હતી.
પીએમ મોદીનો ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન લખેલો સંદેશ
આ આશ્રમમાં પૂજ્ય બાપુએ સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી દેશ આઝાદ નહીં થાય ત્યાં સુધી તેઓ આશ્રમમાં પાછા નહીં ફરે. આશ્રમે આ સંકલ્પને સિદ્ધ થતો જોયો છે. આજે મને આ વાતનો સંતોષ છે કે ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીના પ્રસંગે તેઓના સ્વપ્ન પૈકીના એક સ્વચ્છ ભારતની સિદ્ધિનો સંકલ્પ સિદ્ધ થતો જોવા મળી રહ્યો છે. હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે ખુલ્લામાં શૌચ મુક્ત ભારતના સંકલ્પને પરિપૂર્ણ થવાના પ્રયાસમાં હું અંહી મોજુદ છું.
સ્વતંત્રતા આંદોલનમાં બાપુની પાછળ ચાલવાનો અવસર ભલે ના મળ્યો હોય પરંતુ તેઓએ ચીંધેલા માર્ગે ચાલવું એ આપણું કર્તવ્ય છે. તેઓ દેશને જનભાગીદારી નો જે મંત્ર આપ્યો હતો તે દેશના ખૂણે ખૂણે પહોંચી ગયો છે. જનભાગીદારીની આ શક્તિ એ આપણને ઝડપથી અસાધ્ય લક્ષ્યો પામવા માટેના અચૂક ઉપાયો આપેલા છે.
આપણું પ્રત્યેક ડગલું બાપુના રસ્તે ચાલે આપણે તેઓના જોયેલા સ્વપ્નોને જીવી શકીએ અને એને પૂરા કરી શકીએ. આપણી નાની-નાની શક્તિઓ દેશના મહાન સંકલ્પોનું સામર્થ્ય અને આપણા વિચારોમાં દેશહિત હોય ને એ જ આપણને અનંતકાળ સુધી દિશાનિર્દેશ કરે.