ETV Bharat / city

રથયાત્રા અંગે 15 જૂને મળશે બેઠક, રાજ્ય સરકાર સાથે મંદિરના ટ્રસ્ટીઓ અને મહંત કરશે ચર્ચા

જગતના નાથ જગન્નાથની આગામી રથયાત્રાને લઈ હજુ પણ સરકાર અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે અસમંજસનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રથયાત્રાને લઇ આગામી 15 જૂને સરકારની સમીક્ષા બેઠક મળશે જેમાં રથયાત્રાને લઇ નિર્ણય લેવામાં આવી શકે છે.

રથયાત્રા અંગે 15 જૂને મળશે બેઠક, રાજ્ય સરકાર સાથે મંદિરના ટ્રસ્ટીઓ અને મહંત કરશે ચર્ચા
રથયાત્રા અંગે 15 જૂને મળશે બેઠક, રાજ્ય સરકાર સાથે મંદિરના ટ્રસ્ટીઓ અને મહંત કરશે ચર્ચા
author img

By

Published : Jun 10, 2020, 8:27 PM IST

અમદાવાદઃ તાજેતરમાં કોરોના વાઇરસ મહામારીના પગલે સમગ્ર રાજ્યમાં લૉકડાઉન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં લૉકડાઉન ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. ત્યારે એવું નક્કી થયું હતું કે, રથયાત્રાનો નિર્ણય સરકાર સાથે વાટાઘાટો કર્યા બાદ લેવામાં આવશે. ત્યારબાદ ભગવાનની જ યાત્રામાં પણ નિયમો પ્રમાણે વિધિવત રીતે કરવામાં આવી હતી. જો કે, હજુ પણ રથયાત્રા કેવી રીતે નીકળશે તે વિષય ઉપર અસમંજસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મહામારી કોરોનાને પગલે શહેરમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવા મુદ્દે હજુ પણ અસમંજસ ચાલી રહી છે.

રથયાત્રા અંગે 15 જૂને મળશે બેઠક, રાજ્ય સરકાર સાથે મંદિરના ટ્રસ્ટીઓ અને મહંત કરશે ચર્ચા

આ અંગે આગામી ૧૫ જૂને રાજ્ય સરકાર અને મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક મળશે. આરોગ્ય વિભાગ, ગૃહ વિભાગ, સરકારના ઉચ્ચ અધિકારીઓ, મંદિરના ટ્રસ્ટીઓ, મહંતો અને અમદાવાદના આગેવાનો વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં રથયાત્રા કેવી રીતે યોજવી તેનું સઘળું આયોજન કેવી રીતે કરવું તેના પર વિચાર કરવામાં આવશે. ત્યારબાદ મુખ્યપ્રધાન સાથે ચર્ચા કર્યા બાદ અંતિમ નિર્ણય મુખ્યપ્રધાન પર છોડવામાં આવશે.

જો કે, હાલના તબક્કે રથયાત્રાને લઈ વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે કે, રથયાત્રા દરમિયાન ખલાસીભાઈઓની અલગ-અલગ ટુકડીઓ બનાવવામાં આવશે. જેમાં દરેક રથની સાથે ૪૦ સભ્યો પાસ દ્વારા નિમણૂક કરવામાં આવશે. સાથે જ બહારગામથી આવતાં તમામ ખલાસીભાઈઓને હાલના તબક્કે પરિસ્થિતિને જોઈ ખલાસી પ્રમુખ દ્વારા મનાઈ ફરમાવવામાં આવી છે. સાથે જ રથયાત્રા ટૂંકા સમયગાળામાં પૂર્ણ કરવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.