- ગત 8 મહિના દરમિયાન અમદાવાદ પોલીસની કામગીરી પર એક નજર
- દંડ વસૂલવા, ગુના નોંધવા અને લોકોને સમજાવા સહિતની કામગીરી
- ફરજ દરમિયાન અનેક પોલીસકર્મીઓ થયા કોરોના સંક્રમિત
- જાહેરનામાં ભંગના 32,284 ગુના નોંધાયા
અમદાવાદ: કોરોના વાઇરસની શરૂઆત થયાને આજે 8 મહિના કરતા વધુ સમય થયો છે, ત્યારે કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, પરંતુ સંક્રમણ કાબુમાં રહે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી છે. ત્યારે ગત 8 મહિનામાં અમદાવાદ પોલીસ કામગીરી કરેલી કામગીરી પર એક નજર કરીએ.
અમદાવાદ પોલીસ દ્વારા કોરોના વાઇરસની શરૂઆતથી જ સંક્રમણ અટકાવવા મહત્વની ભૂમિકા રહેલી છે. લોકો લોકડાઉનમાં ઘરમાં રહે, ભીડ ભેગી ન થાય, સોશિયલ ડિસ્ટનસનું પાલન થાય સહિતના અનેક નિયમોનું પોલીસ દ્વારા પાલન કરવામાં આવતું હતું અને તે તમામ જાહેરનામાંનો ભંગ કરનારા સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. 24 માર્ચથી 30 નવેમ્બર સુધીમાં જાહેરનામા ભંગના 32,284 ગુના નોંધીને 41,054ની ધરપકડ કરવામાં આવી છે.
માસ્ક ન પહેરવા બદલ 14.89 કરોડનો દંડ
કોરોનાના કેસ વધતા માસ્ક પહેંરવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. માસ્ક ન પહેંરનારા લોકો પાસેથી દંડ વસુલવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સૌ પ્રથમ 200 રૂપિયા રાખવામાં આવ્યો હતો, જે બાદમાં 500 અને ત્યાર બાદ 1000 રૂપિયા કરવામાં આવ્યો હતો. એમ અત્યાર સુધી પોલીસ દ્વારા માસ્ક ન પહેરનારા 2,78,746 લોકો પાસેથી 14,89,00,000 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.
કોરોના દરમિયાન ફરજ બજાવતા 976 પોલીસકર્મીઓ પોઝિટિવ
કોરોના ફ્રન્ટ લાઈન વોરિયર્સ તરીકે ફરજ બજાવતા અનેક પોલીસકર્મીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. જેમાં અમદાવાદ પોલીસના 976 પોલીસકર્મીઓ સંક્રમિત થયા હતા. જેમાંથી 872 પોલીસકર્મીઓ સાજા થઈને પરત ફર્યા હતા. જ્યારે 11 પોલીસકર્મીઓમાં મોત થયા છે. હજૂ પણ કેટલાક પોલીસકર્મીઓ સારવાર લઇ રહ્યા છે. સતત 8 મહિનાથી પોલીસ ખડેપગે ફરજ બજાવી રહી છે, ત્યારે હજૂ પણ રાત્રિ કરફ્યૂ અને દિવસના નિયમોના પાલન માટે પોલીસ પોતાની ફરજ ચૂકી નથી. કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા પોલીસની કામગીરી સતત ચાલુ જ છે.