ETV Bharat / city

ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં રિક્ષામાં આવેલા દર્દીને પ્રવેશ ન અપાતા ચાલકે બેરિકેડ પર રિક્ષા ચઢાવી

અમદાવાદના GMDC ખાતે 900 બેડની ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા 108 મારફતે જ આવતા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવાના નિર્ણયને રદ્દ કર્યો છે. ત્યારબાદ, ફરીથી હોસ્પિટલમાં ટોકન સિસ્ટમ શરૂ કરતા જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આથી, એક રિક્ષાચાલક રિક્ષામાં વૃદ્ધ માજીને લઇને કોરોનાની સારવાર માટે આવ્યા હતા. પરંતુ, તેઓને પ્રવેશ ના મળવાને કારણે રિક્ષા ચાલકે પોલીસે લગાવેલા બેરિકેડ પર રિક્ષા ચડાવીને પ્રવેશ મેળવાનો પ્રયાસ કર્યો હતો.

ધન્વંતરી હોસ્પિટલમાં 108ના નિર્ણયને રદ્દ કર્યા બાદ વધુ એક નિયમ

author img

By

Published : Apr 29, 2021, 7:56 PM IST

  • અમદાવાદમાં સરકારી તંત્રની કામગીરીથી જનતામાં રોષ
  • GMDC ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં ટોકનને લઇને જનતા પરેશાન
  • ધન્વંતરીમાં દર્દી સાથે રિક્ષાચાલકે બેરીકેડ તોડીને પ્રવેશ મેળવવા કર્યો પ્રયાસ

અમદાવાદ: રાજ્ય સરકાર અને DRDOના સંયુક્ત સાહસ હેઠળ અમદાવાદના GMDC ખાતે 900 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. પરંતુ, સ્થાનિક પ્રશાસનના નિર્ણયને કારણે આજે ગુરૂવારે અમદાવાદની GMDC ખાતે આવેલી કોવિડ હોસ્પિટલની બહાર પરેશાન જનતાનો ગુસ્સો ચરમશિમાએ પહોચ્યો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. જેમાં, એક રિક્ષાચાલક રિક્ષામાં વૃદ્ધ માજીને લઇને કોરોનાની સારવાર માટે આવ્યા હતા. પરંતુ, તેઓને પ્રવેશ ના મળવાને કારણે રિક્ષા ચાલકે પોલીસે લગાવેલા બેરિકેડ પર રિક્ષા ચડાવીને પ્રવેશ મેળવાનો પ્રયાસ કર્યો હતો. આથી તેમને પોલીસે અટકાવ્યો હતો અને ત્યારબાદ, રિક્ષા ચાલક વૃદ્ધાને લઇને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે રવાના થયો હતો.

ધન્વંતરી હોસ્પિટલમાં 108ના નિર્ણયને રદ્દ કર્યા બાદ વધુ એક નિયમ

આ પણ વાંચો: અમદાવાદમાં 950 બેડની ધનવંતરી કોવિડ હોસ્પિટલ શરૂ થયા પૂર્વે દર્દીઓ રિક્ષા અને એમ્બ્યુલન્સમાં દોડી આવ્યા

108નો નિયમ ગયો પણ ટોકન સિસ્ટમ આવી

હાઇકોર્ટમાં ફટકાર બાદ રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા 108 મારફતે આવતા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવાના નિર્ણયને રદ્દ કર્યો છે. આ નિર્ણયથી, શહેરીજનોએ થોડો રાહતનો શ્વાસ લિધો હતો. પરંતુ, આજે ગુરૂવારથી અમદાવાદના GMDC ખાતે ધન્વંતરી હોસ્પિટલમાં ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેમાં, ફક્ત સવારે 8થી 9 દરમિયાન જ ટોકન આપવામાં આવે છે. ત્યારબાદ, બીજા દિવસે ટોકન આપવામાં આવે છે. આ ઉપરાંત, ટોકન લિધા બાદ ફરી એક ફોર્મ ભરવાનું અને ધન્વંતરી હોસ્પિટલને દર્દીની હાલત ગંભીર લાગે તો જ તેને દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી, GMDC ખાતે હાજર દર્દીના પરિવારજનો ફરીથી આવા નિર્ણયથી ગુસ્સે ભરાયા છે.

હવે લોકોને કાબુમાં રાખવા ભારે પડી શકે છે

અમદાવાદ, રાજકોટ, સુરત અને બરોડમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અ રીતે, ઓક્સિજન, ઇંજેક્શનની અછત પણ સર્જાય રહી છે. લોકોને સારવાર માટે હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા ત્યારે, હવે લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. આવી જ ઘટના, અમદાવાદના GMDC ધન્વંતરી હોસ્પિટલની બહાર બની હતી. જેમાં, રિક્ષાચાલકે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે ગુસ્સામાં રિક્ષા દ્વારા બેરિકેડ તોડીને હોસ્પિટલમાં લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે, આગાઉ પણ અનેક આવી ઘટનાઓ અને લોકોનો ગુસ્સો મિડીયા સુધી પહોચ્યો છે.

આ પણ વાંચો: ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ સિવાયના દર્દીઓને મળશે બેડ

ધન્વંતરી હોસ્પિટલ પર સવારથી લાગી લાંબી લાઇનો

અમદાવાદ મ્યુ. કોર્પોરેશને 28 એપ્રીલના રોજ જાહેર કર્યું હતું કે, કોઇ પણ વાહનમાં આવતા દર્દીને દાખલ કરવામાં આવશે. ત્યારે, આજ ગુરૂવારે સવારથી જ અમદાવાદની GMDC ધન્વંતરી કોવિડ હોસ્પિટલ ખાતે દર્દીઓને દાખલ કરવાના ટોકન મેળવવા લાંબી લાઇનો લાગી હતી. મહત્વની વાત એ કે, ધન્વંતરી હોસ્પિટલ ખાતે ફ્કત સવારે 8થી 9 એક કલાક જ ટોકન આપવામાં આવે છે.

ટોકન માટે લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ સારવારનું નક્કિ નહી

108ના નિયમ બાદ ફરી અમદાવાદીઓ માટે ધન્વંતરી હોસ્પિટલનો નવો નિયમ દુઃખાવો બન્યો છે. નવા નિયમ પ્રમાણે દર્દીના સગાઓએ સવારે 8થી 9 વાગ્યા સુધી ટોકન લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારબાદ, ફોર્મ ભરવાનુ અને જો યોગ્ય લાગે તો જ દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવતા હોવાની ફરિયાદ હોસ્પિટલની બહાર દર્દીના સગા કરી રહ્યા હતા. જ્યારે, ધન્વંતરી હોસ્પિટલની બહાર જ સારવાર માટે આવેલા એક ગંભીર હાલત ધરાવતા કોરોના દર્દી હોસ્પિટલમાં દાખલ થાય તે પહેલા જ તેમનું મૃત્યુ થયુ હોવાની ઘટના પણ બની હોવાનુ ચર્ચાનુ કેન્દ્ર બન્યુ હતુ.

આ પણ વાંચો: 108 મારફતે જ હોસ્પિટલમાં દાખલ કરવાની પ્રક્રિયાનો નિર્ણય થયો રદ્દ

લોકો ફોર્મ અને ટોકન મેળવવા રડી પડ્યા, પોલીસ મૂકપ્રેક્ષક

ધન્વંતરી હોસ્પિટલમાં ટોકન અને ફોર્મ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. પરંતુ, જે દર્દીના સગાઓને આ વાતની જાણ ન હતી તેવા દર્દીઓ સવારે 10 વાગ્યાની આસપાસ આવ્યા હતા. ત્યારે, દર્દીના સગાઓ પોલીસ અને હોસ્પિટલના ડેસ્કની સામે જ રડી રડીને ફોર્મ અને ટોકનની માંગણી કરી રહ્યા હોવાના ર્દશ્યો પણ હોસ્પિટલની બહાર નજરે પડ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.