- મહાશિવરાત્રીની દેશભરમાં ઉજવણી
- મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ
- અમદાવાદનું મુક્તેશ્વર મહાદેવ મંદિર 1200 વર્ષ જૂનું અને પ્રાચીન મંદિર છે.
અમદાવાદઃ કર્ણમુક્તેશ્વર મહાદેવ એક પ્રાચીન મંદિર છે. જ્યારે આ મંદિર અગિયારમી સદીમાં રાજા કર્ણદેવ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું, ત્યારે તેના નિર્માણ અને વિકાસનું કાર્ય સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. બીજી તરફ આ મંદિર ખાતે લક્ષ્મી અને તિલક કન્યાના 900 વર્ષ જૂના શિલ્પો હયાત છે, ત્યારે મહાશિવરાત્રીએ ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવે છે, જ્યારે મંદિરતંત્ર દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવતું હતું.
કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરનું ખાસ મહત્વ
જ્યારે આ કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરનું ખાસ મહત્વ છે કે, અહીં જે માનતા રાખવામાં આવે છે તે પૂર્ણ થાય છે તેવું પૂજારીએ કહ્યું છે. જ્યારે મંદિરતંત્ર દ્વારા પણ કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવતું હતું, ત્યારે ભક્તોને મુશ્કેલીઓ ન પડે તે રીતે આયોજન કરવામાં આવ્યું હતું.