ETV Bharat / city

અમદાવાદના એક વેપારીને ફેસબુક પરની મિત્રતા ભારે પડી - Friendship on Facebook

અમદાવાદમાં ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડશિપ કરીને એક મહિલાએ વેપારીને ફસાવ્યો હોવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી છે. પોલીસે લાખોનો તોડ કરતી ગેંગને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad News
Ahmedabad News
author img

By

Published : Mar 23, 2021, 8:58 AM IST

  • વેપારી પાસે લાખોનો તોડ કરતી ગેંગ ઝડપાઇ
  • મહિલા પોલીસમાં અરજી કરી સમાધાનના નામે તોડ કરતા હતા
  • ફેસબુક પર મિત્રતા કરી લોકોને ફસાવતા હતા

અમદાવાદ: રબારી કોલોની ચાર રસ્તા નજીક રહેતા એક વેપારીએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે વર્ષ 2020 ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં તેમના ફેસબુક એકાઉન્ટ પર રાધિકા મોદી નામની એક યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જોકે વેપારીએ આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે મેસેન્જર પર વાતચીત થતી હતી. જેના થોડા સમય બાદ યુવતીએ તેનો મોબાઈલ નંબર વેપારીને આપ્યો હતો અને મોબાઇલથી પણ વાતચીત થતી હતી. તે યુવતીએ જણાવ્યું હતું કે, તે પોતે સુરત છે પરંતુ તેની બહેન અમદાવાદ રહે છે એટલે તે અમદાવાદ આવશે ત્યારે વેપારીને મળવા બોલાવશે.

અમદાવાદના એક વેપારીને ફેસબુક પરની મિત્રતા ભારે પડી

આ પણ વાંચો : સુરતમાં ATM માં ચેડા કરીને રૂપિયા ઉપાડતી હરિયાણાની ગેંગ ઝડપાઇ

યુવતીએ વેપારીને વટવા બ્રિજ નીચે મળવા માટે બોલાવ્યો

21મી સપ્ટેમ્બરે યુવતીએ વેપારીને વટવા બ્રિજ નીચે મળવા માટે બોલાવ્યો હતો. જોકે તેના બનેવી જોઈ જશે તેવું કહીને આ યુવતી વેપારીને અસલાલી પાસે એક ગેસ્ટ હાઉસ નીચે લઈ ગઈ હતી. જ્યાં બંને થોડો સમય વાતચીત કરીને બાદમાં છુટા પડ્યા હતા. બીજે દિવસે વેપારીના ફોન પર મહિલા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે, આ યુવતીએ તેની વિરુદ્ધમાં અરજી આપી છે. જોકે બાદમાં રાધિકા મોદી અને જીતેન્દ્ર મોદી નામનો વ્યક્તિ તેમને પૂર્વ મહિલા પોલીસ સ્ટેશન બહાર બોલાવ્યા હતા અને જીતેન્દ્રએ તેમને જણાવ્યું હતું કે, પોતે ક્રાઈમ બ્રાંચમાં નોકરી કરતા હતા અને હાલ રીટાયર્ડ છે અને સેવાનું કામ કરે છે. ફરિયાદીને જણાવ્યું હતું કે, જો તમારે સમાધાન કરવું હોય તો રૂપિયા પાંચ લાખ આપવા પડશે. અઢી લાખ અમને અને અઢી લાખ રૂપિયા પોલીસને વહીવટ કરવો પડશે. જોકે ફરિયાદીએ ગભરાઈને રૂપિયા પાંચ લાખ આપી દેતા અરજી પરત ખેંચી હતી અને સમાધાન કર્યું હતું.

વધુ એક વેપારીને પણ આ રીતે ફસાવીને રૂપિયા પડાવ્યા

આ ગેંગે 2 ફેબ્રુઆરીએ વધુ એક વેપારીને આ રીતે ફસાવી રૂપિયા પડાવ્યા હોવાની જાણ થતાં પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગૂગલ મેપથી મકાનો સર્ચ કરી ચોરીની ઘટનાને અંજામ આપતી ગેંગ ઝડપાઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.