વિરમગામઃ માંડલ તાલુકાના સીતાપુર ગામ નજીક આવેલા પીએસપી. પ્રાઈવેટ લિ. કંપનીના મજૂરો PSP કંપનીની જ લેબર કોલોનીમાં રહે છે. આ કોલોનીમાં લગભગ 500 જેટલા મજૂરો રહે છે. આ લેબર કોલોનીના બાથરૂમની પાછળ આવેલા કચરામાંથી એક 7 માસના નવજાત શિશુનું ભ્રૂણ મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ કંપનીના સેફટી ઓફિસરને થતા PSP કંપનીના સેફ્ટી ઓફિસરે વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું કે, કોઈ અહીં 7 માસનું ભ્રૂણ છોડી ગયું છે. એએસઆઈ શંકરભાઈએ આ ફરિયાદ દાખલ કરી હતી.
અમદાવાદઃ માંડલના સીતાપુરમાં 7 માસના શિશુનું ભ્રુણ મળ્યું
સીતાપુર PSP કંપનીના લેબર કોલોનીમાં બાથરૂમની પાછળ આવેલા કચરામાંથી 7 માસના શિશુનું ભ્રૂણ મળતા ચકચાર મચી ગઈ છે. આ અંગે વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.