- 15 વર્ષના બાળકને થયો મ્યુકોરમાઈકોસીસનો રોગ
- ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં આ બાળક સારવાર લઈ રહ્યો છે
- 15 વર્ષના બાળકને પહેલા થયો હતો કોરોના
અમદાવાદઃ શહેરમાં 15 વર્ષના બાળકને મ્યુકોરમાઈકોસીસ થયો છે. જે બ્લેક ફંગસ રોગ છે. આ બાળકને પહેલા કોરોના થયો હતો અને ત્યારબાદ મ્યુકોરમાઈકોસીસ ડિટેક્ટ થતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. જેની આજે શુક્રવારે સફળ સર્જરી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ મ્યુકોરમાઈકોસીસનો ખતરો વધ્યો,અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 300થી વધુ દર્દીઓ સારવાર હેઠળ
મ્યુકોરમાઈકોસીસની સારવાર માટેના ઈન્જેક્શનની ભારે અછત
ચાંદખેડા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા બાળકની માતા કોરોનાને કારણે જ મૃત્યુ પામી છે. કેન્દ્ર સરકારની સૂચનાથી ગુજરાત સરકારે ગઈકાલે ગુરુવારે મ્યુકોરમાઈકોસીસ રોગને મહામારી જાહેર કરી છે. હવે આ મહામારી ધીરે રહીને બાળકમાં પ્રવેશી છે અને આજે શુક્રવારે ગુજરાતમાં બાળકને મ્યુકોરમાઈકોસીસ રોગ થયો હોય તેવો સૌપ્રથમ કેસ નોંધાયો છે. જો કે, હાલ તેના ઈલાજ માટે વપરાતા એમ્ફોટેરેસિન-બી ઈન્જેક્શનની ભારે અછત છે. આ મ્યુકોરમાઈકોસીસમાં દર્દીના શરીરના અંગ સડવા લાગે છે અને છેવટે તેનું ઓપરેશન કરીને તે સડા વાળા ભાગને દૂર કરવો પડે છે.