ETV Bharat / city

ગુજરાત યુનિવર્સિટીમાં 90 નવા કોર્ષ શરૂ - ahmedabad news

ગુજરાત યુનિવર્સિટી (gujarat university) માં અનેક કોર્ષ ચાલુ છે જેમાં લાખો વિદ્યાર્થી અભ્યાસ કરે છે. ત્યારે ચાલુ નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું છે જેમાં કોરોના જેવી પરિસ્થિતિ અને હાલમાં ડિજિટલ યુગને ધ્યાનમાં રાખીને 90માંથી 20 કોર્ષ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શરૂ કરાયા છે. જે આગામી સમયમાં વિદ્યાર્થીઓને ફાયદો થશે.

ગુજરાત યુનિવર્સિટીમાં 90 નવા કોર્ષ શરૂ
ગુજરાત યુનિવર્સિટીમાં 90 નવા કોર્ષ શરૂ
author img

By

Published : Jul 24, 2021, 11:13 AM IST

  • સમયની જરૂરિયાત મુજબ નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા
  • 90 કોર્ષ શરૂ કરવામાં આવ્યા
  • 20 કોર્ષ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શરૂ કરાયા

અમદાવાદ: કોરોના જેવી મહામારીમાં અનેક વસ્તુઓની અછત સર્જાઇ રહી છે. ત્યારે લોકોને માનસિક અને શારીરિક રીતે અસર થઇ છે. આ પરિસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી (gujarat university) દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસને ધ્યાનમાં રાખીને અને સમયની જરૂરિયાત મુજબ નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં 90 કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. જેમાંથી 20 કોર્ષ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શરૂ કરાયા છે.

કોરોનાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલા 20 કોર્સ

m.scમાં 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્ષ

1. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ & મશીન લર્નિંગ
2. ડેટા સાયન્સ
3. એક્યુરિયલ સાયન્સ
4. એપલાઈડ મેથેમેટિકલ સાયન્સ
5. સાયબર સિક્યુરિટી મેનેજમેન્ટ

ધોરણ 12 બાદ ફુલ ટાઈમ ઇન્ટિગ્રેટેડ કોર્ષ 5 વર્ષ માટે

1. બિઝનેસ ઇકોનોમિકસ & મેનેજમેન્ટ
2. hr એન્ડ પબ્લિક એડમિનિટ્રેસન
3. સાયબર સિક્યુરીટી મેનેજમેન્ટ
4. પબ્લિક હેલ્થ & હોસ્પિટલ મેનેજમેન્ટ
5. બીએસસી ઓનર્સ ઇન ફૂડ & ન્યુટ્રીશન સાયન્સ 4 વર્ષ

2 વર્ષના માસ્ટર ડિગ્રીના કોર્ષ ગ્રેજ્યુએશન બાદ

1. પબ્લિક પોલિસી મેનેજમેન્ટ
2. બીઝનેસ ઇકોનોમિકસ & પબ્લિક ફાયનાન્સ
3. બિઝનેસ ઇન્ટેલિજન્સ
4. ડિઝાસ્ટર મેનેજમેન્ટ

m. sc. વર્ષ માસ્ટર ડીગ્રી પ્રોગ્રામ

1. આર્ટિફિશિયલ ઇન્ટેલિનજસ & મશીન લર્નિંગ

એક વર્ષ માટે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કોર્ષ

1. એડવાન્સ ડેટા એનાલિસિસ
2. પબ્લિક પોલિસી મેનેજમેન્ટ
3. પબ્લિક પોલિસી & ગવનરન્સ
4. ડિઝાસ્ટર મેનેજમેન્ટ
5. ડિફેન્સ મેનેજમેન્ટ

2 - 3 મહિના માટે ગ્રેજ્યુએશન બાદના સર્ટિફિકેટ કોર્ષ

1. પબ્લિક પોલિસી અને ગવનરન્સ
2. મેલવેર એનાલિસિસ & રિવર્સ એન્જીનીયરિંગ

ભવિષ્યમાં કેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે તે તમામ બાબતો અંગે અભ્યાસ

જ્યારે કોરોના કાળમાં લોકોને મુશ્કેલી પડી રહી છે તે સમયે લોકો પાસે પુરતું જ્ઞાન નહોતું જેના કારણે લોકોને વધુ હેરાન થવું પડ્યું હતુ. આવા સમયમાં પરિસ્થિતિનો સામનો કરી શકે તે હેતુથી નવા યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયા છે. જેમાં પબ્લિક પોલિસી મેનેજમેન્ટમાં હેલ્થ કેર finance એડમિનિસ્ટ્રેટિવ અંગે ભણાવવામાં આવે છે. જ્યારે બિઝનેસ ઇકોનોમિક્સ અને પબ્લિક ફાઇનાન્સમાં મહામારીમાં સમયમાં આર્થિક નુકસાનની પરિસ્થિતિ તથા ભવિષ્યમાં કેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે તે તમામ બાબતો અંગે અભ્યાસ કરાવવામાં આવશે.

સાયબર ક્રાઇમ ન વધે તેનાથી બચવાના ઉપાયો અંગે ભણાવવામાં આવશે

ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કેવી રીતે મહામારીમાં તૈયારી કરવી કે વ્યવસ્થા ઉભી કરવી તે અંગે અભ્યાસ કરાવવામાં આવશે. જ્યારે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને મશીન લર્નિંગ માં કોઈપણ ડેટા ઉપરથી ભવિષ્યની પરિસ્થિતિ અંગે એનાલિસિસ થઈ શકે છે અને તેનાથી બચવા શું કરી શકાય તે અંગે અભ્યાસ કરાવવામાં આવશે. ત્યારે હાલમાં ડિજિટલ જમાનાને ધ્યાનમાં રાખીને સાયબર સિક્યુરિટી મેનેજમેન્ટમાં સાયબર ક્રાઇમ ન વધે તેનાથી બચવાના ઉપાયો અંગે ભણાવવામાં આવશે.

આ પણ વાંચો: VNSGUમાં ગુરુવારથી UGના પ્રથમ વર્ષમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા વધુ 90 નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા

જ્યારે આ તમામ કોર્સમાં સાહેબ બેઠક રાખવામાં આવશે માટે MBAના કોષમાં 30 બેઠક રાખવામાં આવશે. આ કોર્સમાં 20,000થી લઈને 50,000 સુધીની ફી રાખવામાં આવી છે. ત્યારે આ બધા કોર્સમાં ગુજરાત યુનિવર્સિટી (gujarat university) દ્વારા વધુ 90 નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે આ તમામ કોર્સ યુનિવર્સિટી કેમ્પસમાં જ ભણાવવામાં આવશે. ત્યારે હજુ સુધી કોઈ પબ્લિક યુનિવર્સિટી દ્વારા આવા કોર્ટ શરૂ કરવામાં આવ્યા નથી. ત્યારે આ મામલે આ કોર્સના ડોક્ટર રવિ ગોર ડો. નીલમ પંચાલ, ડો. મમતા બ્રહ્મભટ્ટ, ડો. રીચા સોની સહિતના અલગ-અલગ 10 વિભાગના વડાના માર્ગદર્શન હેઠળ જણાવવામાં આવશે. આ તમામ વિભાગના વડાને અત્યારે કોર્સ માટે જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતિ અપનાવનાર વિદ્યાર્થીઓ સમે કડક કાર્યવાહી

વિદ્યાર્થીઓને નવું શીખવા મળશે

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જેમાંથી 20 કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને શરૂ કરાયા છે. ત્યારે આવનારા સમયમાં મહામારી સામે આર્થિક શારીરિક અને માનસિક રીતે લઈ શકાય તે માટે આ કોર્સમાં અભ્યાસ કરાવવામાં આવે છે. જેથી કરીને વિદ્યાર્થીઓને નવું શીખવા મળશે તેમજ આ બધા કોર્સથી વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે. જ્યારે યુનિવર્સિટી દ્વારા શરૂ કરેલા નવા કોર્સમાં વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી બનાવવામાં પણ મદદરૂપ થશે. ત્યારે હાલમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ કોર્સ શીખે તે માટે યુનિવર્સિટી દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.