ETV Bharat / city

અંગદાન થકી કોઈક કુટુંબનો માળો પિંખાતો બચાવી શકે, અમદાવાદ સિવિલમાં 9 મહિનામાં 9 અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગુજરાત સરકારની સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન અંતર્ગત 9 મહિનામાં 9 જેટલા બ્રેઇનડેડ દર્દીઓના અંગોનું દાન મેળવીને જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરાયું છે. જેમાં ફેફ્સાં, કિડની, હ્રદય, આંખો જેવા અલગ અલગ અંગોનું દાન કરવામાં આવ્યું છે.

Ahmedabad News
Ahmedabad News
author img

By

Published : Sep 11, 2021, 5:22 PM IST

  • અમદાવાદ સિવિલમાં ઓર્ગન ડોનેશન અંગે કરવામાં આવી રહ્યા વિશિષ્ટ કાર્યક્રમો
  • અત્યાર સુધીમાં 9 દર્દીઓનું થયું ઓર્ગન ડોનેશન
  • સિવિલમાં કુલ 58 અંગોનું થયું અંગદાન

અમદાવાદ: સિવિલ હોસ્પિટલ બ્રેઇનડેડ દર્દીના સ્વજનો દ્વારા અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય સમાજ માટે ઉદાહરણરૂપ છે. અંગદાન કરનારા સ્વજનોના આવા ઉમદા કાર્યને બિરદાવવાની આપણી ફરજ બને છે. અંગદાન સમયે આપવામાં આવેલા સન્માનપત્રના કારણે બ્રેઇનડેડ અંગદાતાના સ્વજનોને અંગ પ્રત્યારોપણની જરૂર જણાશે ત્યારે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. તેવું સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું છે.

અમદાવાદ સિવિલમાં 9 મહિનામાં 9 અંગદાન

અંગદાન એક મહાનકાર્ય છે

આપણા સમાજની એક ખાસિયત છે. ઘણી વખત અહીં ખુબ જ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારજનો પણ ખુબ મોટા કાર્યો કરી જાય છે. જે અન્યો માટે પ્રેરણારૂપ બની રહે છે. અંગદાન આવું જ એક મહાનકાર્ય છે, પૈસેટકે સુખી કહેવાતા સાક્ષર-શિક્ષિત લોકો જે નિર્ણય લેવામાં કેટલીક વખત ખચકાતા જોવા મળે છે એ અંગદાનનું મહાન કાર્ય કરવામાં માલેતુજારોની તુલનાએ ગરીબ માણસો અવ્વલ રહ્યાં છે.

અમદાવાદ સિવિલમાં 9 મહિનામાં 9 અંગદાન
અમદાવાદ સિવિલમાં 9 મહિનામાં 9 અંગદાન

19 વર્ષીય દીકરી આરતીએ આપ્યું 4 લોકોને જીવનદાન

રાણવા પરિવારની 19 વર્ષીય દીકરી આરતી કે જેણે 30 ઓગસ્ટ પહેલા જે બાદ તેને મોરબીની કૃષ્ણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેનું બ્રેઇનડેડ થયું છે અને તે જીવી નહીં શકે તેમ જણાવી તેના અંગદાન કરવાથી અન્યને જીવ મળશે તેમ જણાવ્યું હતું. જે સમજાવટ બાદ પરિવાર તૈયાર થયો અને આરતીને લઈને પરિવાર અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં આરતીનું ઓપરેશન કરીને તેના પાંચ અંગ ડોનેટ કરી 4 લોકોને જીવનદાન આપવામાં આવ્યું હતું.

અમદાવાદ સિવિલમાં 9 મહિનામાં 9 અંગદાન
અમદાવાદ સિવિલમાં 9 મહિનામાં 9 અંગદાન

કોને કોને અપાયુ જીવનદાન

આરતીએ સુરેન્દ્રનગરના 11 વર્ષીય બાળકને કિડનીનું દાન કર્યુ હતું. એક કિડની અને પરેન્ક્રીયાસ જૂનાગઢના 34 વર્ષના પુરુષને અપાયુ હતું. બીજી તરફ લીવરનો એક ભાગ 6 વર્ષના મહેસાણાના બાળકને ડોનેટ થયો હતું. બીજા લિવરનો ભાગ 53 વર્ષના વિરમગામના પુરુષમાં ડોનેટ થયો હતો. જેનાથી પરિવાર તેમની દીકરી હાલ 4 લોકોમાં જીવતી હોવાની ખુશી અનુભવી રહ્યા છે.

અમદાવાદ સિવિલમાં 9 મહિનામાં 9 અંગદાન
અમદાવાદ સિવિલમાં 9 મહિનામાં 9 અંગદાન

9 મહિનામાં 58 ઓર્ગન ડોનેશન સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યા ?

આવા જ નાના લોકોના પરિવારોએ છેલ્લા એક વર્ષમાં અમદાવાદ સિવિલમાં અંગદાનનું મુઠ્ઠી ઊંચેરું કાર્ય કરીને સમાજને સાચો રાહ ચીંધ્યો છે. છેલ્લા 9 મહિનામાં 9 દર્દીઓના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જેમાં લીવર -10, કિડની -15, આંખો - 24, સ્વાદુપિંડ - 9 જેવા અલગ-અલગ અંગો મળી કુલ 58 ઓર્ગન ડોનેશન સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે.

અંગોના દાનથી કોઇ જરૂરિયાતમંદને નવજીવન મળી શકે છે

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ ETV Bharat સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, માનવીની વાત કરીએ તો જન્મ અને મૃત્યુ તે કોઈ માણસના હાથની વાત નથી પરંતુ જ્યારે આપણને ખબર હોય કે આપણું વ્હાલું સ્વજન હવે વધુ સમય સુધી જીવી શકે તેમ નથી. ત્યારે જો સમજદારીપૂર્વક તેના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવે તો તેનાથી કોઇ જરૂરિયાતમંદને નવજીવન મળી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પોતાનું વ્હાલું સ્વજન વધુ જીવવાનું ન હોવાનું જાણીને તે દર્દીનું આપવામાં આવેલું અંગદાન કોઇનો કુટુંબનો માળો પિંખાતો બચાવી શકે છે. અંગદાનના માધ્યમથી આપણે જરૂરિયાતમંદ લોકોના શરીરમાં આપણા સ્વજનના અંગોને કાર્યરત જોઇને આપણું સ્વજન મૃત્યુ બાદ પણ જીવિત હોવાનો અહેસાસ અનુભવી શકીએ છીએ. અંગદાન એકમાત્ર એવો સાચો રસ્તો છે કે જે મૃત્યુ બાદ પણ માણસને જીવિત રાખે છે, અમર બનાવે છે.

સિવિલમાં કેટલા અંગોનું થયું દાન ?

જોષીએ વધુમાં જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલની SOTTO ટીમ દ્વારા હમણાં તાજેતરમાં બ્રેઇનડેડ દર્દીઓના અંગદાન માટેની સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જોતા 9 મહિના પહેલા અસારવા સિવિલ ખાતે sotto ની શરૂઆત કરવામાં આવી હતી. જે અંગદાનમાં ટ્રાન્સપ્લાન્ટનું કામ કરે છે. 9 મહિના પહેલા શરૂ કરવામાં આવેલ આ કામગીરીમાં 9 મહિનામાં 9 વ્યક્તિએ અત્યાર સુધી 58 અંગો ડોનેટ કરી અનેક લોકોને જીવનદાન આપ્યું છે. તો આરતીના કેસમાં સિવિલ હોસ્પિટલ અને SOTTO દ્વારા લીવરના બે ભાગ કરીને બે વ્યક્તિને જીવનદાન આપવામાં આવ્યું છે. જેની પાછળ ડોક્ટરની ટિમ અપડેટ થતા સાયન્સને આભાર માની રહ્યા છે. તો સાથે જ વધુમાં વધુ લોકો અંગદાન કરી વધુમાં વધુ લોકોને જીવન મળે તે માટે લોકોને અપીલ કરી રહ્યા છે. તો અંગદાન કરનારા પરિવારને ડોક્ટર ટીમે સર્ટિફિકેટ આપી તેઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. તો સુપરિટેનડેન્ટ ફ્રાન્સની એક મહિલા કે જેણે 50 વર્ષ પહેલા અંગદાન કર્યું તે હાલમાં પણ જીવે છે તેનું ઉદાહરણ આપી લોકોને અંગદાન તરફ પ્રેર્યાં હતા. મળેલા અંગોના દાનનું યોગ્ય રીતે અન્ય વ્યક્તિઓના જીવનમાં જીવનદાન રૂપી આપવામાં આવ્યા છે. આગામી સમયમાં પણ સમાજમાં વધુમાં વધુ લોકો અંગદાન માટે આગળ આવીને અંગદાનની જરૂરિયાત ધરાવતા લોકોને નવજીવન બક્ષે તેવી આશા ડૉ. રાકેશ જોષીએ વ્યક્ત કરી હતી.

બ્રેઈનડેડ જાહેર કર્યા બાદ અમે હા પાડી હતી: આરતીના પિતા

આરતીબેનના પિતા ધનજીભાઈ ETV Bharat સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, આરતીબેનની તબિયત નાજૂક થતા તેમને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 3 દિવસ સતત સારવાર બાદ પણ તબિયત વધુ નાદુરસ્ત રહેતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરની ટીમે બ્રેઈનડેડ જાહેર કરી હતી. જે બાદ આરતીના ઓર્ગનને ડોનેટ કરવા અંગે અમારી સાથે વાતચીત કર્યા બાદ ડોનેટ અંગે હા કહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.