ETV Bharat / city

મ્યુકોરમાઇકોસિસના રોગના રોજ 80થી 100 સેમ્પલ અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાં થાય છે ટેસ્ટ - Mucormycosis cases

દેશમાં મ્યુકરમાઇકોસીસનો ખતરો ધીમે ધીમે વધી રહ્યો છે. ગુજરાતમાં તેને મહામારી જાહેર કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે બી. જે. મેડિકલ કોલેજમાં પણ સેમ્પલ પર બાયોપ્સી કરવામાં આવી રહી છે.. બી. જે. મેડિકલ કોલેજમાં આવેલી માઈક્રો બાયોલોજી લેબમાં સેમ્પલ પર પ્રોસેસ કરવામાં આવે છે. જેમાં દરરોજના 80થી 100 સેમ્પલ આવે છે, જેમાંથી 40 જેટલા કેસો પોઝિટિવ આવી રહ્યા છે.

author img

By

Published : May 22, 2021, 5:42 PM IST

  • બી. જે. મેડિકલ કોલેજમાં સેમ્પલ પર બાયોપ્સી કરવામાં આવી રહી છે
  • માઈક્રો બાયોલોજી લેબમાં સેમ્પલ પર પ્રોસેસ કરવામાં આવે છે
  • દરરોજના 80થી 100 સેમ્પલ આવે છે, જેમાંથી 40 જેટલા કેસો પોઝિટિવ આવી રહ્યા છે
  • પહેલા ફક્ત લેબમાં 2થી 3 જેટલા જ સેમ્પલો આવતા હતા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણની બીજી લહેર બાદ મ્યુકોરમાઇકોસિસનો ખતરો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસની બીજી લહેરમાં વધુ એક બીમારી પોતાનો કહેર મચાવી રહી છે. મ્યુકોરમાઇકોસિસ નામની બીમારીને બ્લેક ફંગસ પણ કહેવામાં આવે છે. કોરોનાથી સ્વસ્થ થનારા લોકોમાં મ્યુકોરમાઇકોસિસની બીમારી જોવા મળી રહી છે. ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસના 900થી વધારે કેસ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ મ્યુકોરમાઈકોસીસનો ખતરો વધ્યો,અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 300થી વધુ દર્દીઓ સારવાર હેઠળ

આ પહેલા 2થી 3 સેમ્પલો આવતા હતા

અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાં મ્યુકોરમાઇકોસિસ સસ્પેક્ટેડ દર્દીઓના સેમ્પલ પર બાયોપ્સી કરવામાં આવી રહી છે. BJ મેડીકલમાં રહેલી માઈક્રો બાયોલોજી લેબમાં તમામ સેમ્પલને મોકલવામાં આવે છે. જ્યાં સેમ્પલ પર પ્રોસેસ કરવામાં આવે છે. જેમાં દરરોજના 80થી 100 સેમ્પલ આવે છે. જેમાંથી 40 જેટલા કેસો પોઝિટિવ આવી રહ્યા છે. બીજી તરફ લેબમાં પહેલા ફક્ત લેબમાં 2થી 3 જેટલા જ સેમ્પલો આવતા હતા. જેની સંખ્યમાં સૌથી મોટો વધારો થતાં ડોક્ટરો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ વડોદરામાં મ્યુકોર માઇકોસીસના દર્દીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં

વાઇટ ફંગસ દર્શાવતા હોય તેવા સેમ્પલ હજુ બી. જે. મેડિકલ લેબમાં રજીસ્ટર થયું નથીઃ ડોક્ટર

બી. જે. મેડિકલ કોલેજના ડીન ડૉ. પ્રણય શાહે જ્યારે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું છે કે બી. જે. મેડિકલ કોલેજમાં દરરોજના 80થી 100 સેમ્પલ આવી રહ્યા છે. જેમાં 40થી વધુ પોઝિટિવ હોય છે. તમામ સેમ્પલ પર ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે માઈક્રો બાયોલોજી લેબમાં વ્હાઇટ ફંગસ જોવા મળી રહ્યા હોય તેવું એક પણ સેમ્પલ આવ્યુ નથી. હાલ તમામ બ્લેક ફંગસના જ સેમ્પલ આવેલા છે. જેમાંથી જે પોઝિટિવ આવે છે તેની પર અલગથી અભ્યાસ કરી તેનું તારણ કાઢવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.