ETV Bharat / city

અમદાવાદ જિલ્લામાં વધ્યુ કોરોના સંક્રમણ, 3 દિવસમાં 76 કેસ - Corona positive cases in Ahmedabad

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લામાં પણ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાછલા ત્રણ દિવસોમાં શુક્રવાર સાંજ સુધીમા 76 કેસ નોંધાતા સંક્રમિત કેસનો કુલ આંકડો 327 પર પહોંચ્યો છે.

અમદાવાદ જિલ્લામાં વધ્યુ કોરોના સંક્રમણ, 3 દિવસમાં 76 કેસ

author img

By

Published : Jun 5, 2020, 8:32 PM IST

અમદાવાદ: અમદાવાદ જિલ્લામાં આવેલા બાવળામાં ગુરુવારે 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. દસક્રોઈ અને ધોળકા બાદ હવે બાવળા, વિરમગામ અને સાણંદમાં કોરોનાનું સંક્રમણ ઝડપભેર ફેલાઈ રહ્યું છે. દસક્રોઈ તાલુકામાં આંકડો વધીને 94 પર પહોંચ્યો છે. જ્યારે ધોળકામાં કોરોનાના કુલ 99 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ધોળકા તાલુકાની વાત કરવામાં આવે તો કેડીલા ફાર્માસ્યુટિકલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પોઝિટિવ આવ્યા બાદ બદરખા ગામમાં કેસ નોંધાયા હતા જેના પગલે હવે ધોળકા શહેરમાં પણ કોરોના સંક્રમણ શરૂ થયું છે.

વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 43, ધંધુકામાં 16, વિરમગામમાં 26, બાવળામાં 35, અને માંડલ તાલુકામાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં કોરોનાથી 22 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદ જિલ્લામાં વધ્યુ કોરોના સંક્રમણ, 3 દિવસમાં 76 કેસ
અમદાવાદ જિલ્લામાં વધ્યુ કોરોના સંક્રમણ, 3 દિવસમાં 76 કેસ

અમદાવાદના ગ્રામીણ વિસ્તાર અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે જેમાં 1.95 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 34 હજાર જેટલા ઘરોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 99 અને સાણંદમાં 42 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.