અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 18 ઓકટોબર 1920ના રોજ થઈ હતી. એટલે કે આઝાદી (75 Year of Independence Day) પહેલા વિદ્યાપીઠની સ્થાપના (Establishment of Gujarat vidyapith) મહાત્મા ગાંધીએ કરી હતી. આજે ગુજરાત વિદ્યાપીઠને 102 વર્ષ થયા છે. વિદ્યાપીઠની સ્થાપના કરવાનો ઉદ્દેશ હતો કે, ભારતને સ્વતંત્રતા કેવી રીતે મળે અને સ્વતંત્રતાની લડત માટે યુવાનોને તૈયાર કરવા. જો કે બ્રિટિશ સરકારને (British government in india) આ ઉદેશની ખબર પડી જતાં બ્રિટિશ સરકારે 2 વખત ગુજરાત વિદ્યાપીઠને બંધ કરાવી હતી અને ગેરકાયદે જાહેર કરી હતી.
ગાંધીજી સમગ્ર ભારતમાં ફર્યા- દક્ષિણ આફ્રિકાથી (gandhiji south africa) પાછા ફર્યા બાદ ગાંધીજી સમગ્ર ભારતમાં ફર્યા. તેમણે ભારતીય લોકોના જીવનનું અવલોકન કર્યા પછી રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને આર્થિક કથળેલી પરિસ્થિતિનો વ્યક્તિગત રીતે અનુભવ કર્યો હતો. બાપુએ ત્યાંની તમામ સમસ્યાઓના ઉકેલ માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. તેમણે 1915-1920 દરમિયાન કોચરબ (kochrab ashram ahmedabad) અને સાબરમતી આશ્રમ (sabarmati ashram ahmedabad)માં શિક્ષણના કેટલાક પ્રારંભિક પ્રયોગો કર્યા હતા.
અસહકાર ચળવળ સૌથી મહત્વનો મુદ્દો- ઓગસ્ટ 1920માં ગાધીજીએ અસહકાર ચળવળ શરૂ કરી હતી. ગાંધીજીએ દરેકને બ્રિટિશ સામ્રાજ્યના સન્માન અને પુરસ્કારોનો બહિષ્કાર કરવાનું કહ્યું હતું, ત્યારે અંગ્રેજી શિક્ષણ આપતી શાળાઓ અને કોલેજો, અદાલતો અને વિધાનસભાઓ બ્રિટિશ સરકારની હતી. આ અસહકાર ચળવળનો સૌથી મહત્વનો મુદ્દો બ્રિટિશ સરકારના નિયંત્રણ હેઠળની તમામ શાળાઓ અને કૉલેજોનો બહિષ્કાર કરવાનો હતો અને ભારતીય યુવાનોને બ્રિટિશ સંસ્થાનવાદી શાસનના બંધનમાંથી મુક્ત કરવાનો હતો. લોર્ડ મેકોલે દ્વારા પ્રસ્તાવિત બ્રિટિશ સંસ્થાનવાદી શિક્ષણ પ્રણાલી (british education system in india)ની વિરુદ્ધ, જેણે દમનકારી બ્રિટિશ સામ્રાજ્ય માટે માનવ સંસાધનોનું નિર્માણ કર્યું. અંગ્રેજી ભણાવતી શાળાઓ અને કોલેજો ખાલી કરવાના ગાંધીજીના આદેશને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.
આ પણ વાંચો: 75 Years of Independence:Sardar Utham Singh એ નામ જેણે બ્રિટિશ સામ્રાજ્યના બડેખાંઓને થથરાવી દીધાં હતાં
યુવાનોને રાષ્ટ્રીય પુનઃનિર્માણના કાર્ય માટે તૈયાર કરવાનો ઉદ્દેશ- હવે શિક્ષણ અધવચ્ચે છોડી દેનારા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો હતો. તે સમયગાળા દરમિયાન સ્થપાયેલી તે 5 વિદ્યાપીઠોમાંથી ગુજરાત વિદ્યાપીઠ એક હતી. જેની સ્થાપના ગાંધીજીએ 18 ઓક્ટોબર, 1920ના રોજ કરી હતી. ગાંધી ઈચ્છતા હતા કે તેમની વિદ્યાપીઠ યુવાનોને રાષ્ટ્રીય પુનઃનિર્માણના કાર્ય માટે તૈયાર કરે અને ભારતના 'હિંદ સ્વરાજ'ની શરૂઆત કરે. આ ગાંધીજીનું સ્વપ્ન હતું.
ગાંધીજી ગુજરાત વિદ્યાપીઠના આજીવન ચાન્સેલર- ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના સરકારી સનદ વિના રાષ્ટ્રીય યુનિવર્સિટી તરીકે કરવામાં આવી હતી. ગાંધીજી તેના આજીવન ચાન્સેલર (Chancellor of Gujarat Vidhyapith) રહ્યા. પ્રોફેસર એ.ટી. ગિડવાણી તેના સ્થાપક વાઇસ ચાન્સેલર હતા. ગાંધીજી પછી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને મોરારજી દેસાઈએ વિદ્યાપીઠના કુલપતિનું પદ શોભાવ્યું છે.
આ પણ વાંચો: 75 Years of Independence: નેતાજી સુભાષચંદ્ર બોઝના 'English breakfast' માટેના પ્રેમનું રહસ્ય
બ્રિટિશ સરકારે 2 વખત વિદ્યાપીઠ બંધ કરાવી હતી- 1930 સુધી ગુજરાતી, મરાઠી, બંગાળી, સંસ્કૃત, પર્શિયન અને અંગ્રેજી જેવી ભાષાઓ અને ઇતિહાસ, અંકશાસ્ત્ર, ફિલોસોફી, અર્થશાસ્ત્ર જેવા વિષયો (Subjects In Gujarat Vidhyapith) ભણાવવામાં આવતા હતા. ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક કક્ષાએ એકાઉન્ટન્સી, મ્યુઝિક, પોલિટિકલ સાયન્સ, ફાર્મસી, આર્કિયોલોજી અને ઈન્ડિયન સ્ટડીઝ ભણાવવામાં આવતા હતા. 1930થી 1935ની સવિનય આજ્ઞાભંગની ચળવળો દરમિયાન વિદ્યાપીઠે કામચલાઉ ધોરણે કામ કરવાનું બંધ કરી દીધું હતું. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો બંનેએ સ્વતંત્રતા સંગ્રામ (Indian independence movement)માં સક્રિયપણે ભાગ લીધો હતો, જેમાંથી ઘણાંની ધરપકડ થઈ હતી. ફરીથી, 1942 થી 1945 દરમિયાન, "ભારત છોડો" ચળવળ દરમિયાન વિદ્યાપીઠનું કામકાજ અટકી ગયું હતું. વર્ષ 1945 પછી વિદ્યાપીઠે ફરી એકવાર તેની પ્રવૃત્તિઓ શરૂ કરી.
ગુજરાત વિદ્યાપીઠને 1963માં UGCની માન્યતા મળી છે- ભારત સરકારે જુલાઈ 1963માં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ (University Grants Commission Act), 1956ની કલમ 3 હેઠળ ગુજરાત વિદ્યાપીઠને યુનિવર્સિટી તરીકે માન્યતા આપી અને ગુજરાત વિદ્યાપીઠને સહાયમાં અનુદાન આપવાનું શરૂ કર્યું. યુનિવર્સિટીઝમાં જોડાયા પછી ગુજરાત વિદ્યાપીઠમાં શૈક્ષણિક અભ્યાસક્રમોનું સ્તર M.A., M.Phil સુધી અપગ્રેડ કરવામાં આવ્યું હતું અને Phd સ્તર ઉપરાંત, રાષ્ટ્રભાષા હિન્દી પ્રચાર સમિતિ, ગુજરાત વિદ્યાપીઠમાં પુખ્ત શિક્ષણ, આદિજાતિ સંશોધન અને તાલીમ સંસ્થા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી.
ગાંધીની કલ્પનાના ભારતના નાગરિકનું ઘડતર- આજે તે ભારત સરકારના ચાર્ટર સાથેની રાષ્ટ્રીય યુનિવર્સિટીઓમાંની એક છે. ગુજરાત વિદ્યાપીઠમાં સારો નાગરિક બને તેવી કેળવણી અપાય છે. ગાંધીજીએ કલ્પના કરી હતી કે, મારા સ્વપ્નનું ભારત કેવું હોય, તેના માટે ભારતના નાગરિકનું ઘડતરનું કામ ગુજરાત વિદ્યાપીઠ કરે છે. વિદ્યાપીઠમાં સાદગીપૂર્ણ જીવન જીવવાની રીત, સ્વચ્છતાના પાઠ, કરકસરથી કેમ જીવાય તેવી શીખ, સ્વાવલંબનભર્યુ જીવન અને શ્રમ કરીને ભોજન મેળવવું તેવું જીવન ઘડતર કરાય છે અને તેના પાઠ ગુજરાત વિદ્યાપીઠમાં ભણાવાય છે.