- અમદાવાદના સોલામાં સાત દાયકા જૂની ગરબી
- સોલા ગામના ચોરામાં સ્થાપિત છે જૂની ગરબી
- ગામદેવી મહાકાળી માના મંદિરે થાય છે બેઠાં ગરબા
અમદાવાદઃ અમદાવાદમાં ભળી ગયેલાં મૂળ સોલા ગામના દેવી મહાકાળી છે અને જેનું ભવ્ય મંદિર પણ અહીં બનાવવામાં આવ્યું છે. અહીંયાના રહેવાસીઓનું કહેવું છે કે, દર વર્ષે અહીંયા પરંપરાગત શેરી ગરબા કરવામાં આવે છે અને આ વિસ્તારના પુરુષો, મહિલાઓ અને બાળકો સૌ સાથે મળીને માની આરાધના કરે છે અને ગરબે ઘૂમે છે.
પરંતુ આ વખતે નવરાત્રિની સરકાર દ્વારા મંજૂરી ન મળતાં નીતિનિયમો મુજબ માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગ અને સેનેટાઇઝરના ઉપયોગ સાથે ફક્ત માતાજીની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા પરંપરાગત રીતે શેરી ગરબા થાય છે અને આ ગરબીમાં ઘણાં વર્ષોથી આ વિસ્તારના રહીશો શ્રદ્ધા ધરાવે છે.
- સોલા ખાતેના સુદર્શન સ્ટેટસ સોસાયટીમાં નિયમના પાલન સાથે ગરબા
સોલામાં આવેલી સુદર્શન સ્ટેટસ સોસાયટીના રહીશો દ્વારા પણ સરકારી આદેશનું પાલન કરીને આ નવરાત્રિમાં ફક્ત આરતી, સ્તુતિ અને મહિલાઓ દ્વારા આનંદનો ગરબો અને બેઠાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિમાં દરેક લોકો કોરોનાના ભયમાં કોઈપણ તહેવારોનો આનંદ નથી માણી શકતાં તેવા સમયમાં આવી જગ્યાઓ કે જ્યાં સરકારના નિયમોના પાલન સાથે જ પોતપોતાના પરિવારો અને પાડોશીઓનું ધ્યાન રાખવા માટે જે કાર્ય કરે છે તે આવકારદાયક છે.