ETV Bharat / city

Civil Hospital doctors in Ahmedabad : 7 વર્ષનું બાળક 14 ચુંબકીય મણકા ગળી જતાં સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળતાપૂર્વક કરી જટીલ સર્જરી - આંતરડામાં સાત છિદ્રો

અમદાવાદમાં તાજેતરમાં એક 7 વર્ષનો બાળક 14 ચુંબકીય મણકાનો પટ્ટો ગળી જતા ગંભીર કિસ્સો સામે આવ્યો હતો. આ દરમિયાન ડૉક્ટરે નિદાન કરતા જણાવ્યું કે ચુંબકીય મણકાને એકસાથે બહાર કાઢવા માટે સર્જરી કરવી પડશે. સિવિલ હોસ્પિટલમના તબીબોએ(Civil Hospital doctors in Ahmedabad) અત્યાર સુધીની આ પહેલી સર્જરી(first surgery so far) કરી હતી. આવો જાણીએ ડોકટરોએ જટીલ સર્જરી વિશે શું કહ્યું.

Civil Hospital doctors in Ahmedabad : 7 વર્ષનું બાળક 14 ચુંબકીય મણકા ગળી જતાં સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળતાપૂર્વક કરી જટીલ સર્જરી

author img

By

Published : Apr 23, 2022, 6:30 PM IST

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક જટીલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. સાત વર્ષનું બાળક રમત-રમતમાં 14 જેટલા ચુંબકીય મણકા ગળી ગયું હતુ. આ મણકાએ આંતરિક આકર્ષણના કારણે આંતરડામાં સાત કાણા(Seven holes in the intestine) પડ્યા હતા. જો સમયસર સર્જરી કરવામાં ના આવે તો બાળકના જીવને જોખમ(Risk to child's life) હતું. પરંતુ ફરી એક વખત સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના નિષ્ણાંત તબીબોએ પોતાની નિપુણતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું.

સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક જટીલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. સાત વર્ષનું બાળક રમત-રમતમાં 14 જેટલા ચુંબકીય મણકા ગળી ગયું હતુ.

બાળકની તબીયત નાદુરસ્ત બનતા તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા - મૂળ રાજસ્થાનના પ્રેમજીભાઇ કે જેઓ અમદાવાદમાં કેટરીંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 7 વર્ષનો દીકરો કે જે ઘોરણ 2માં અભ્યાસ કરે છે. જે રમત રમતમાં 14 મણકા ગળી ગયો હતો. પરિવારજનોને આ વાતનો ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે બાળકની તબીયત નાદુરસ્ત બનતા તેને ખાનગી હોસ્પિટલમાં મેડિકલ તપાસ અર્થે લઇ ગયા હતા. જ્યા પેટમાં વિવિધ ચુંબકીય મણકા હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ: 4 વર્ષીય બાળકી ઝેનાબની 9 કલાકની જટીલ સર્જરી થઈ સફળ

ચુંબકીય મણકા હોવાની આ પ્રથમ ઘટના - પરિવારજનો ચિંતાતુર બનતા સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં આવી પહોચ્યા. અહીના તબીબોએ બાળકનો એક્સ-રે અને સી.ટી. સ્કેન(X-rays and CT scans Scan) કરીને નિદાન કરતા જ્ઞાત થયું કે, બાળકના પેટમાં જુદા-જુદા 14 મણકા છે. જે હોજરી પછી આવેલા નાના આંતરડા સુધી પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલના તબીબો માટે પણ બાળકના પેટમાં ચુંબકીય મણકા હોવાની આ પ્રથમ ઘટના હતી.

સર્જરી જટીલ અને જોખમી રહી - સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ.રાકેશ જોષી અને તેમની ટીમ દ્વારા બાળકની સર્જરી હાથ ધરવામાં આવી. સર્જરી દરમિયાન માલુમ પડ્યું કે શરીરમાં રહેલા 14 મણકા આંતરિક આકર્ષણના કારણે ઘર્ષણ ઉત્પન્ન કરી રહ્યા હતા અને આંતરડામાં 7 કાણા પાડવા પડ્યા હતા. જેના પરથી જ માલૂમ પડે કે સર્જરી કેટલી જટીલ અને જોખમી રહી હતી.

આ પણ વાંચો: સ્ટરનમ ટ્યુમરની જટીલ સર્જરી અમદાવાદ સિવિલમાં કરવામાં આવી

સમગ્ર સર્જરી સફળતાપૂર્ણ રહી હતી ડોક્ટરોએ લીધો શ્વાસ - સિવિલ હોસ્પિટલના તબીબોએ ત્રણ કલાકની ભારે જહેમત બાદ સમગ્ર સર્જરી સફળતાપૂર્ણ પાર પાડીને બાળકના શરીરમાં એક પછી એક એમ તમામ 14 મણકા બહાર કાઢ્યા અને બાળકને મોતના મુખમાંથી ઉગાર્યો. સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ(Civil Hospital Superintendent) અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી કહે છે કે, મારી તબીબી કારકિર્દીમાં ફોરેન બોડી એટલે કે બાળક બાહ્ય પદાર્થ જેવા કે સિક્કા, પેન,ટાંકણી ગળી ગયું હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. પરંતુ કોઇપણ બાળક ચુંબકીય મણકા ગળી ગયું હોય તેવો આ પ્રથમ કિસ્સો હતો.

સર્જરીમાં તમામ ટુકડાઓને એકસાથે કાઢવા જરૂરી હતા - આ સર્જરીની જટીલતા વર્ણવતા ડૉ.જોષી કહે છે કે, નાના બાળકમાં હોજરીની ખૂબ જ નજીક આંતરડાનું સ્થાન હોય છે. જેથી આ અંતર ખૂબ જ ઓછુ હોવાથી ઓપરેશનનું રિસ્ક તેટલું જ વધુ થઇ જાય છે. આંતરડામાં જુદી જુદી જગ્યાએ ચોંટેલા 14 ચુંબકીય મણકાએ આંતરડાની દિવાલમાં અનેક કાણાં પાડ્યા હતા. જેથી આ સર્જરી કરીને તમામ ટુકડાઓને એકસાથે કાઢવા જરૂરી હતા. જેથી સર્જરી વખતે 14 ચુંબકીય મણકાને બહાર કાઢવા માટે બે જગ્યાએ આંતરડામાં કાંપ મૂકીને બહાર કાઢ્યા બાદ ટાંકા લેવા પડ્યા છે.સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગની ડૉ. જોષી અને ડૉ. અઝીઝ રત્નાની તેમજ એનેસ્થેસિયા વિભાગના ડૉ. સીમા ગાંધી અને તેમની ટીમની કોઠાસુઝના પરિણામે ઓપરેશનને સરળતાથી પાર પાડી શકાયું હતું. ડૉ. જોષી નાની બાળકોને ચુંબક, રૂપિયાનો સિક્કો કે અન્ય ચિજ વસ્તુઓ કે જે બાળક સરળાથી ગળી જાય તે આપવાનું ટાળવાની અને તેનાથી દૂર રાખવાની સલાહ આપે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.