ETV Bharat / city

Ahmedabad second dose of the vaccine: અમદાવાદ કોર્પોરેશનમાં 6 લાખ લોકોએ હજી વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી - અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં પ્રથમ ડોઝ

સમગ્ર દુનિયામાં ઓમિક્રોનનો ભય ટોળાય રહ્યો છે, ત્યારે વેક્સિન લેવી અત્યંત જરૂરી થઈ પડ્યુ છે, પરંતુ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં પ્રથમ ડોઝ લીધા બાદ 6 લાખ લોકો એવા છે, કે જેમણે બીજો ડોઝ (Ahmedabad second dose of the vaccine) તારીખ વીતી ગઈ છતાં પણ લીધો નથી. કોર્પોરેશને સ્લમ વિસ્તારમાં લોકો વેક્સિન લે તેના માટે તેલના પાઉચ આપ્યા છે. આ ઉપરાંત લકી ડ્રો સિસ્ટમ થકી પણ લોકોને વેક્સિન લેવા માટે પ્રોત્સાહન (Encouragement for vaccination in Gujarat) આપ્યુ છે. તેમ છતાં પણ 6 લાખ લોકો વેક્સિનનો બીજો ડોઝ ચૂકી ગયા છે.

Ahmedabad second dose of the vaccine: અમદાવાદ કોર્પોરેશનમાં 6 લાખ લોકોએ હજી વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી

author img

By

Published : Dec 13, 2021, 4:56 PM IST

  • કોર્પોરેશનનું સ્લમ વિસ્તારમાં 'તેલના પાઉચ' અને 'લકી ડ્રો સિસ્ટમ' થકી પ્રોત્સાહન
  • લગ્ન પ્રસંગ અને પાર્ટી પ્લોટમાં રોજના 200 લોકોને વેક્સિનના ડોઝ
  • ઓમિક્રોનના ભય વચ્ચે 6000 લોકોનું રોજ થાય છે ટેસ્ટીંગ

અમદાવાદ: મોટી સંખ્યામાં વેક્સિનનો બીજો ડોઝ (Ahmedabad second dose of the vaccine) લેવાનો બાકી છે, ત્યારે બીજા ડોઝનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં હજુ પણ અમદાવાદ કોર્પોરેશન 30% પાછળ છે. આગામી સમયમાં બન્ને ડોઝ ટાર્ગેટ પ્રમાણે સો ટકા પૂર્ણ થયા બાદ બૂસ્ટર ડોઝ આવવાની કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે, ત્યારે વેક્સિન લેવામાં લોકો ગંભીર નથી. કોરાના જાણે ભૂલાઈ જ ગયો હોય તેમ વેક્સિન પ્રતિ ગંભીરતા (Seriousness of vaccine in India) પણ ઘટી રહી છે. તો વિદેશથી આવતા લોકો હોમ આઇસોલેટ રહેવાના નિયમોનું ઉલ્લઘન કરી રહ્યા છે. જેમની સામે કોર્પોરેશને પણ લાલ આંખ કરી છે અને કેટલાક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

Ahmedabad second dose of the vaccine: અમદાવાદ કોર્પોરેશનમાં 6 લાખ લોકોએ હજી વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી

10 લોકો સામે પોલીસ ફરિયાદ

આ અંગે વધુમાં જણાવતા કોર્પોરેશન હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીએ કહ્યું કે, જે લોકો હાઈ રિસ્ક દેશોમાંથી અમદાવાદ એરપોર્ટ પર આવે છે, તે લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને RTPCR ટેસ્ટ કરવામાં આવે છે. તેમને 7 દિવસ માટે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે. ત્યારબાદ વિઝીટ કરી તેમને કોઈ હેલ્થને લગતી મુશ્કેલી નથી તે બાબતે તપાસ કરવામાં આવે છે. જેમાં કેટલાક લોકોએ હોમ આઇસોલેશનમાં સાત દિવસનો નિયમ તોડ્યો હતો તેવા 10 લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેમાંથી કોઈ પ્રસંગ માટે ગયા હતા તો કોઈ અન્ય કોઈ કામ માટે બહાર ગયા હતા અને તેમણે આ નિયમનું પાલન કર્યું નહોતું.

અમદાવાદમાં 30 ટકા જેટલા લોકો બીજો ડોઝ લેવામાં બાકી

અત્યાર સુધી અમદાવાદ કોર્પોરેશન વિસ્તારની વાત કરવામાં આવે તો પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ટાર્ગેટ કરતા 100 ટકાથી વધુ છે. જ્યારે ટાર્ગેટ પ્રમાણે બીજા ડોઝ લેનારની સંખ્યા 67 ટકાથી વધુ છે. જેમાં જે લોકોની તારીખ જતી રહી છે, તેવા 6 લાખ લોકો છે, કે જેમને વેક્સિનનો બીજો ડોઝ હજુ સુધી લીધો જ નથી. તેમને એસએમએસ દ્વારા જાણ કરીએ છીએ. ખાસ કરીને સ્લમ વિસ્તારની અંદર તેલના પાઉચ લોકોને વેક્સિન લેવા બદલ પ્રોત્સાહન (Encouragement for vaccination in Gujarat) રૂપે આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત લકી ડ્રો ની સિસ્ટમ પણ લોકોને પ્રોત્સાહિત કરવા માટે ચાલી રહી છે.

પ્રસંગોમાં જઈને પણ અપાઈ રહી છે વેક્સિન

આ ઉપરાંત અમદાવાદ શહેરમાં એવા લોકો કે જેમને હજુ સુધી વેક્સિન લીધી નથી તેવા લોકોને પાર્ટી પ્લોટ, લગ્ન પ્રસંગો વગેરે જગ્યાએ ચેક કરવામાં આવે છે અને વેક્સિન આપવામાં આવે છે. લગભગ દિવસમાં 200 જેટલા લોકોને આ રીતે વેક્સિન આપવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. ખાસ કરીને કોર્પોરેશનમાં ટેસ્ટિંગ પણ અત્યારે વધાર્યું છે. અત્યારે દિવસમાં 6000 લોકોનો ટેસ્ટ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં 24 કલાકમાં 71 પોઝિટિવ કેસ નોંધાયા, સૌથી વધુ જામનગરમાં 15 કેસ

આ પણ વાંચો: Ahmedabad Drug Peddler: ચાની કીટલી, પાનના ગલ્લા પર ડ્રગ્સ સપ્લાય કરતા યુવાધનને બરબાદ કરનારા ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.