ETV Bharat / city

ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર રચનારા વધુ 5 આરોપી ઝડપાયા - The ATS arrested the accused

ગુજરાત ATSએ થોડા દિવસ અગાઉ રીલીફરોડ પાસેની એક હોટલમાંથી મુંબઈથી આવેલા ઈરફાન નામના શાર્પ શૂટરની ધરપકડ કરી હતી. જે શાર્પ શૂટર ભાજપના કદાવર નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે આવ્યો હતો. આરોપીની પૂછપરછમાં અન્ય લોકોના પણ નામ સામે આવતા ATSએ વધુ પાંચ લોકોની ધરપકડ કરી છે.

Gordhan Zadafia
ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર રચનારા વધુ 5 ઝડપાયા
author img

By

Published : Aug 27, 2020, 9:56 PM IST

Updated : Aug 27, 2020, 10:31 PM IST

અમદાવાદઃ ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે આવેલો શાર્પ શૂટર ઈરફાનની ATSએ થોડા દિવસો અગાઉ રીલીફરોડ પાસેની એક હોટલમાંથી ધરપકડ કરી હતી. ત્યારે આરોપીની પૂથપરછમાં અન્ય પણ લોકોના નામ સામે આવતા ATSએ મુંબઈના ત્રણ, બેંગલોરનો એક અને અકોલામાંથી એક આરોપીને ઝડપી પાડ્યા છે. વધુ પાંચ આરોપીની ધરપકડ થતા આ મામલે કુલ 6 આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે.

ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર રચનારા વધુ 5 ઝડપાયા

આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ લોકો છોટા શકીલના સાગરિતો હતા અને ઇરફાનના સતત સંપર્કમાં હતા. જેમાં હથિયાર માટે પણ તેમણે મદદ કરી હતી. વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, આ લોકોની સાથે અન્ય 2 લોકોનું નામ જોડાયેલું છે, જે છોટા શકીલના કહેવાથી કામ કરી રહ્યા હતા. મુન્ના જીગરા છોટા રાજન પર ભૂતકાળમાં ફાયરિંગ કરી ચૂક્યો હતો, જે માટે તે થાઈલેન્ડમાં 16 વર્ષની જેલ પણ ભોગવી ચૂક્યો હતો. ત્યારબાદ તે પાકિસ્તાન જતો રહ્યો હતો અને છોટા શકીલ સાથે કામ કરવા લાગ્યો હતો.

આ પણ વાંચો: વર્ષ 2002ના રમખાણોનો બદલો લેવા શાર્પ શૂટરને મળી હતી પૂર્વ ગૃહપ્રધાન ગોરધન ઝડફિયાની સોપારી

આ ઉપરાંત હાજી સબીર નામનો અન્ય આરોપી પણ ઈરફાનને હત્યા માટે મદદ કરી રહ્યો હતો. જો કે, ઇરફાને પોલીસને જણાવ્યા મુજબ સલમાન નામનો અન્ય શૂટર પણ હત્યા માટે આવવાનો હતો. પકડેલા પાંચ આરોપીઓ મુન્ના અને શબ્બીરના સતત સંપર્કમાં હતા. હાલ સમગ્ર મામલે ATSએ વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય આરોપીઓને પણ પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

Last Updated : Aug 27, 2020, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.