- અમદાવાદમાં વેક્સિનેશન માટે ચોથું ડ્રાઈવ થ્રુ વેક્સિનનુ આયોજન
- મેયર તથા અન્ય પદાઅધિકારીઓએ લીધી સેન્ટરની મુલાકાત
- લોકોમાં રસી માટે ભારે ઉત્સાહ
અમદાવાદ : હાલમાં રાજ્યમાં કોરોના રસીકરણ કામગીરી ચાલી રહી છે અને લોકોમાં પણ કોરોના વિશે જાગૃતતા આવતા મોટી સંખ્યામાં લોકો રસી લેવા આવી રહ્યા છે. રાજ્યના આર્થિક પાટનગર કહેવાતા અમદાવાદમાં રસીકરણની કામગીરી ડ્રાઈવ થ્રુ કરવામાં આવી રહ્યું છે. આ અભિગમને લોકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુરુવારે અમદાવાદના જોધપુર વિસ્તારમાં AMC પ્લોટમાં ચોથું ડ્રાઈવ થ્રુ વેક્સિનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના પ્રથમ મેયર કિરીટ પરમાર સહિતના પદાધિકારીઓએ જોધપુર ખાતે શરૂ કરવામાં આવેલા ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો : કચ્છમાં અત્યાર સુધીમાં કુલ 2,32,602 લોકોએ કોરોનાની રસી લીધી
તંત્રના નિર્ણયને લોકો આવકારી રહ્યા છે
અમદાવાદ શહેરમાં વેક્સિનેશની શરૂઆત થઈ ત્યારથી રસી માટે ૪૫ વર્ષથી ઉપરના હોય સિનિયર સિટીઝન હોય કે યુવા વર્ગ હોય તમામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોધપુર ખાતે આવેલા વેક્સિનેશન સેન્ટર પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. વેક્સીન ન પ્રક્રિયા સરળ અને વધુ ઝડપી થાય તે માટે લેવાયેલા તંત્રના નિર્ણયને લોકો પણ આવકારી રહ્યા છે