ETV Bharat / city

વધુ 4 સ્પેશિયલ ટ્રેન વાયા ગુજરાત થઈને દોડશે - ગુજરાત

કોરોના મહામારીમાં શ્રમિકો માટેની સ્પેશિયલ ટ્રેનને બાદ કરતા તમામ પ્રકારની પેસેન્જર સેવાઓ બંધ રહી હતી. હવે જ્યારે સમગ્ર દેશનું અર્થતંત્ર પાટા ઉપર ચઢી રહ્યું છે, ત્યારે રેલવે સેવાઓ પણ વધારવામાં આવી રહી છે. પેસેન્જરોની સગવડતાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે વધુ ચાર સ્પેશિયલ ટ્રેન દોડાવશે.

વધુ 4 સ્પેશિયલ ટ્રેન વાયા ગુજરાત થઈને દોડશે

author img

By

Published : Sep 26, 2020, 5:04 PM IST

અમદાવાદઃ કોરોના મહામારીમાં શ્રમિકો માટેની સ્પેશિયલ ટ્રેનને બાદ કરતા તમામ પ્રકારની પેસેન્જર સેવાઓ બંધ રહી હતી. હવે જ્યારે સમગ્ર દેશનું અર્થતંત્ર પાટા ઉપર ચઢી રહ્યું છે, ત્યારે રેલવે સેવાઓ પણ વધારવામાં આવી રહી છે. પેસેન્જરોની સગવડતાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે વધુ ચાર સ્પેશિયલ ટ્રેન દોડાવશે. આ ચાર સ્પેશિયલ પેસેન્જર ટ્રેન મુસાફરોની માગને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે, જેમાં બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર, સુરતથી ખુરદા રોડ અને અમદાવાદથી ખુરદા રોડનો સમાવેશ થાય છે.

વધુ 4 સ્પેશિયલ ટ્રેન વાયા ગુજરાત થઈને દોડશે
વધુ 4 સ્પેશિયલ ટ્રેન વાયા ગુજરાત થઈને દોડશે

અમદાવાદથી ખુરદા રોડ અઠવાડિક સ્પેશિયલ ટ્રેન:-

3 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર 2020 સુધી દર શનિવારે બપોરે 12.15 વાગ્યે અમદાવાદથી ઉપડશે. દર રવિવારે બપોરે 2:30 વાગ્યે ખુરદા રોડ પહોંચશે. જ્યારે 30 સપ્ટેમ્બરથી 21 ઓક્ટોબર સુધી દર બુધવારે આ ટ્રેન 10:40 કલાકે ખુરદા રોડથી ઉપડશે અને દર શુક્રવારે રાત્રે 3:20 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બંને તરફ વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, જલગાવ, ભુસાવલ, વડનેરા, વર્ધા, ચંદ્રપુર, બલારશાહ, શિરપુર, મંચરિયાલ, રામાગુંડમ, વારંગલ, વિજયવાળા, એલ્લુર, રાજમુન્દ્રી, દૂવવાડા, અંકપલ્લી, કોટા વલાસા, વિજીનગરમ, શ્રી કાકુલમરોડ અને બ્રહ્મપુર સ્ટેશનો પર રોકાશે.

બાંદ્રા ટર્મિનસથી ગોરખપુરની અઠવાડીક સ્પેશિયલ ટ્રેન:-

આ ટ્રેન બાંદ્રા સ્ટેશનથી 2 ઓક્ટોબરથી દર શુક્રવારે રાત્રે 12.20 કલાકે ઉપડશે, જે બીજા દિવસે સાંજે 5:35 કલાકે ગોરખપુર સ્ટેશન પહોંચશે. ગોરખપુરથી 30 સપ્ટેમ્બરથી દર બુધવારે આ ટ્રેન રોજ સવારે 5:30 વાગ્યે ઉપડીને બીજા દિવસે સાંજે 7.10 વાગ્યે બાંદ્રા પહોંચશે. રસ્તામાં આ ટ્રેન બોરિવલી, વાપી, ઉધના, નંદુરબાર, જલગાંવ, ભુસાવલથી ખાંડવા, હારદા, હબીબગંજ, વિદિશા, ઝાંસી, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, બારાબંકી, ગોંડા, બલરામપુર, ઝારખંડી, તુલસીપુર જેવા સ્ટેશનો પર ઊભી રહેશે.

નિઝામુદ્દીનથી મડગાંવ સ્પેશિયલ ટ્રેન:-

આ ટ્રેન 2 ઓક્ટોબરથી દર શુક્રવારે અને શનિવારે નિઝામુદ્દીનથી સવારે 11.35 વાગ્યે ઉપડશે, જે બીજા દિવસે 2:20 (ચોમાસા દરમિયાન) અને 12:50 વાગ્યે (ચોમાસા સિવાય) પહોંચશે. પરત ફરતી વખતે આ ટ્રેન 4 ઓક્ટોબરથી દર રવિવારે અને સોમવારે સવારે 11:00 (ચોમાસા દરમિયાન), 10:30 ( ચોમાસા સિવાય) વાગ્યે ઉપડશે અને સાંજે 4.45 વાગ્યે (ચોમાસા દરમિયાન), બપોરે 12:40 કલાકે નિઝામુદ્દીન પહોંચશે. આ ટ્રેન કોટા, વડોદરા, સુરત, પનવેલ અને રત્નાગિરી સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી, એસી-2 ટિયર અને એસી-3 ટિયર કોચ રહેશે.

સુરત-ખુરદા રોડ અઠવાડિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન:-

સુરતથી 29 સપ્ટેમ્બરના રોજ દર મંગળવારે આ સ્પેશિયલ ટ્રેન સવારે 8:30 વાગ્યે ખુર્દા રોડ જવા નીકળશે, જે બીજા દિવસે બપોરે 3ઃ30 વાગ્યે ત્યાં પહોંચશે. આ ટ્રેન 20 ઓક્ટોબર સુધી જ ચાલશે. 27 સપ્ટેમ્બરના રોજ આ ટ્રેન ખુરદાથી શરૂ થશે, જે દર રવિવારે રાત્રે 8:40 વાગ્યે ઉપડશે અને મંગળવારે મધ્યરાત્રે 3:20 વાગ્યે ટ્રેન સુરત પહોંચશે. આ ટ્રેન રસ્તામાં જલગાંવ, ભૂસાવલ, નાગપુર, દુર્ગ, રાયપુર, ભૂવનેશ્વર જેવા સ્ટેશનોએ ઊભી રહેશે.

નિઝામુદ્દીન એક્સપ્રેસને છોડીને આ ટ્રેનોમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લિપર, સેકન્ડ સિટીંગ અને પેન્ટ્રિકાર કોચ રહેશે. મુસાફરોએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોરોના વાયરસની માર્ગદર્શિકાને અનુસરવું પડસે. ઓછામાં ઓછા દોઢ કલાક પહેલાં સ્ટેશન પર પહોંચવાનું રહેશે. આ તમામ ટ્રેનનું બુકિંગ 27 સપ્ટેમ્બરથી કોમ્પ્યુટરાઈઝ્ડ આરક્ષણ કેન્દ્ર અને આઈઆઈસીટીસીની વેબસાઈટ પરથી પ્રારંભ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.