- ગુજરાત NCBને ડ્રગ પકડવામાં મોટી સફળતા
- NCBની ટીમે 4 કીલો કોકેઇન સાથે એક શખ્સની કરી ધરપકડ
- ઈમીગ્રેશન વિભાગમાંથી પકડાયો આરોપી ટેરીક પીલ્લાઈ
અમદાવાદ: દેશના યુવાધનને નશાના રવાડે ચઢાવીને કેટલાક અસામાજિક તત્વોએ જાણે કે દેશના ભવિષ્યને બરબાદીના પંથે લઇ જવાનો કારસો રચ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી જે રીતે ગુજરાતમાં ડ્રગ્સ (drugs)માફિયા બેફામ બની રહ્યા છે ત્યારે એમ લાગી રહ્યું છે કે, જો આમ જ ચાલતું રહેશે તો કાગળ પરના ‘વ્યસન મુક્ત ગુજરાત’ ને 'ઊડતા ગુજરાત' બનતા વધુ સમય નહિ લાગે.
એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ
શહેરમાં વધુ એક વખત ડ્રગ્સ(drugs)નો જથ્થો ઝડપી પાડવામાં પોલીસ સફળ થઈ છે. અમદાવાદમાં બે અલગ-અલગ સ્થળોથી ડ્રગ્સ પકડાયું છે. ગુજરાત NCBને 20 કરોડનું કોકેઈન ડ્રગ પકડવામાં મોટી સફળતા મળી છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch)ની ટીમે એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ કરી છે.
પિલ્લાઈ વિરુદ્ધ 70 મુજબની નોટિસ પણ જાહેર કરાઈ હતી
અમદાવાદમાં NCBની ટીમે 4 કિલો કોકેઇન સાથે એક શખ્સની ધરપકડ કરી છે. જેમાં ઈમિગ્રેશન વિભાગમાંથી પકડાયેલા આરોપી ટેરીફ પિલ્લાઈ પાસેથી કોકેઈનનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો છે. જેમાં આરોપી ટેરીક પિલ્લાઈ દિલ્હીથી આવતો હતો અને અમદાવાદ એરપોર્ટ પર આવતા જ પકડાયો છે. જેમાં પિલ્લાઈ વિરુદ્ધ 70 મુજબની નોટિસ પણ જાહેર કરાઈ હતી.
પિલ્લાઈ અગાઉ પણ કેટલીક વાર ડ્રગ્સ માટે અમદાવાદ આવી ચૂક્યો છે
આ પકડાયેલા મુદ્દામાલની અંદાજીત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 20 કરોડ છે, ત્યારે હાલ NCB દ્વારા પિલ્લાઇની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે પિલ્લાઈ અગાઉ પણ કેટલીક વાર ડ્રગ્સ(drugs) માટે અમદાવાદ આવી ચૂક્યો છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ પણ વાંચો- 2018 Drug case: પાકિસ્તાનથી જખૌ ઉતરેલું ડ્રગ્સ ગાંધીધામથી...
આરોપી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો
NCB દ્વારા આ ડ્રગ્સ કોને આપવા આવ્યો હતો, કોણે મંગાવ્યું હતું તે દિશામાં તપાસ હાથ ધરી રહી છે. જ્યારે આરોપીની પૂછપરછમાં વધુ ખુલાસા સામે આવશે. ત્યારે આરોપી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ(drugs)ના ડિલર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આરોપી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો.