અમદાવાદ: સામાન્ય વર્ષોમાં લોકો 31 ડિસેમ્બરની ઉજવણી (31st Celebration 2021) ખુબ જ હર્ષોલ્લાસ સાથે કરતા હોય છે, પરંતુ હાલની પરિસ્થતિને ધ્યાને જોતા શહેર પોલીસે તમામ નવા વર્ષ (new year celebration) દરમ્યાન યોજાનારા ડી.જે. પાર્ટી તથા અન્ય તમામ પ્રકારના સેલિબ્રેશન ઉપર રોક લગાવી દીધી છે. એસજી હાઇવે ઉપર આવેલા તમામ પાર્ટીપ્લોટ તથા આયોજકો સાથે પોલીસે બેઠક યોજીને જાણ પણ કરી દીધી છે કે, આ વર્ષે કોઈ પણ પ્રકારની પાર્ટી કે સેલિબ્રેશનના આયોજન કરવામાં આવશે નહીં. જો નિયમોનું ઉલ્લઘંન થશે તો કાયદાકીય પગલાં ભરવામાં આવશે.
બ્રેથ એનેલાઇઝર વડે ચેકિંગ
અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગ તરફથી પણ વધારાનો પોલીસ સ્ટાફ તૈનાત (Ahmedabad Police Vigilance ) કરી દેવામાં આવશે. શહેરના એસજી હાઇવે તથા સીજીરોડ ઉપર કોઈ પણ પ્રકારની ઉજવણી કરાશે નહીં. અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બરના રોજ દારૂ પીને છાટકા બનીને ફરનારના નબીરાઓને અત્યાર સુધી બ્રેથ એનેલાઇઝર વડે ચેક કરવામાં આવતા હતા, પરંતુ કોરોના વાયરસના લીધે આ વખતે પોલીસ શંકાસ્પદ વ્યક્તિઓને સીધા જ મેડિકલ માટે મોકલી આપવામાં આવશે. જો દારૂ અથવા કોઈપણ નશીલા પદાર્થનું સેવન કરેલું હશે તો કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મેડીકલ પરિક્ષણ
અમદાવાદમાં 31 ડિસેમ્બરને લઈ શહેર પોલીસની તૈયારીઓ પુરી થઈ ગઈ છે. કોરોનાને લઈ આ વખતે પોલીસ વધુ કડક હાથે કાર્યવાહી કરશે. આ વખતે બંદોબસ્તમાં 7 DCB, 50 PI, 80 જેટલા PSI સહિત 3500 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત રેહશે. રાત્રે (Gujarat night curfew) 9 વાગ્યા બાદ ઝડપાયેલા તમામનુ મેડીકલ પરિક્ષણ કરવામા આવશે. પોલીસ ખાનગી જગ્યાએ સરપ્રાઇઝ ચેકીંગ કરશે. દિવસ દરમિયાન પણ જે જાહેરનામા હશે તે પ્રમાણે પાલન કરવું પડશે અને જો વધુ લોકો ભેગા થશે તો કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા અમદાવાદના 28 પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે અને ત્યાં તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: Online Fraud Gujarat: અમદાવાદમાં સાઇબર ક્રાઇમનો વિસ્ફોટ, 10થી વધુ કેસની ફરિયાદ નોંધાઇ
આ પણ વાંચો: New Year celebrations in Delhi: નવા વર્ષની ઉજવણી ઘરની બહાર નહીં થાય, કોવિડને કારણે કડકતા રહેશે