- રાજ્યમાં કોરોના 2875 કેસ
- કોરોનાના કારણે 14 લોકોનું મૃત્યુ
- રાજ્યમાં કોરોનાની સ્થિતિ ભયજનક
અમદાવાદ: કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગેની શરૂઆત કરીએ તો રવિવારે કુલ-15135 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 163 લોકો વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે અને 14972 લોકોની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં 2,98,737 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે. જ્યારે 4566 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 664, સુરતમાં 545, વડોદરામાં 309, રાજકોટમાં 233 કેસ નોંધાયા છે. જોકે રિકવરી રેટ ઘટીને 93.81 ટકા થઈ ગયો છે.
વેક્સિનેશનની વિગત જાણીએ તો...
રાજ્યમાં અત્યાર સુધીમાં 64,89,441 વ્યક્તિએ પ્રથમ ડોઝ લીધો જ્યારે 7,83,043 લોકોનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે સાથે જ 60 વર્ષથી વધુના અને 45થી 60 વર્ષના 2,28,674 વ્યક્તિઓનો પ્રથમ ડોઝનું અને 17,362 વ્યક્તિઓનો બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે, તો અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.