ETV Bharat / city

રાજ્યમાં કોરોનાને માત આપી સ્વસ્થ થયેલા 51 હજાર દર્દીઓમાંથી માત્ર 250 લોકોએ જ પ્લાઝમા ડોનેટ કર્યું

ગુજરાતમાં કોરોના સંક્રમણ બાદ સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 51,000ને પાર પહોંચી છે. પરંતુ પ્લાઝમા ડૉનેશન ખૂબ જ ઓછું થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 250 લોકોએ જ પ્લાઝમા ડોનેટ કર્યું છે. જે કુલ નોંધાયેલા કેસ સામે 1 ટકા કરતા પણ ઓછું છે.

plasma donated
રાજ્યમાં કોરોનાને માત આપી સ્વસ્થ થયેલા 51 હજાર દર્દીઓમાંથી માત્ર 250 લોકોએ જ પ્લાઝમા ડોનેટ કર્યું
author img

By

Published : Aug 11, 2020, 8:11 PM IST

અમદાવાદઃ પ્લાઝમા થેરાપી વિશે વાતચીત કરતા અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA)ના પ્રમુખ ડૉ. મોના દેસાઈએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં લગભગ માત્ર 250 જેટલા લોકોએ જ પ્લાઝમા ડૉનેટ કર્યું છે, જે ખૂબ જ ઓછું છે. લોકોએ વધુ પ્લાઝમા ડૉનેટ કરવાની જરૂર છે. જેથી કોરોના સંક્રમિત દર્દીઓનો જીવ બચી શકે. દર્દીઓ સાજા થયા બાદ પ્લાઝમા માત્ર બે મહિના જેટલો સમય શરીરમાં વધુ સક્રિય રહે છે, ત્યારબાદ તેના પ્રમાણમાં ઘટાડો જોવા મળે છે. કોરોનાને માત આપનારા દર્દીઓને પણ લાંબાગાળે ફરીવાર કોરોના થઈ શકે એવી સંભાવનાને નકારી શકાય નહીં.

AMA પ્રમુખ ડૉ. મોના દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, પ્લાઝમા થેરાપી કોરોનાનો ઈલાજ નથી. પરંતુ તેની સામે લડત આપવામાં મદદરૂપ થાય છે. પ્લાઝમા થેરાપીમાં એન્ટીબોડી મહત્વનો ભાગ ભજવે છે. કોરોના પોઝિટિવ દર્દી જ્યારે સ્વસ્થ થઈ જાય તેના 10 દિવસ બાદ તેના શરીરમાં એન્ટીબોડી બને છે, જે બીમારી સામે રક્ષણ પૂરું પાડે છે. જો કોરોનાનો સામનો કરી રહેલા દર્દીને પ્લાઝમા થેરાપી વડે તેને એન્ટી-બોડીઝ આપવામાં આવે તો સ્વસ્થ થવાની શક્યતા પણ વધી જાય છે. સામાન્ય રીતે કોરોનાની શરૂઆતના સ્ટેજમાં જ પ્લાઝમા થેરાપી વધુ સારું પરિણામ આપે છે. કોરોનાથી ક્રિટિકલ થયેલા દર્દીમાં તુલનાત્મક રીતે પરિણામ ઓછું જોવા મળ્યું છે.

રાજ્યમાં કોરોનાને માત આપી સ્વસ્થ થયેલા 51 હજાર દર્દીઓમાંથી માત્ર 250 લોકોએ જ પ્લાઝમા ડોનેટ કર્યું

શુ છે એન્ટીબોડી..?

  • એન્ટીબોડી આપણા શરીરને રોગ સામે રક્ષણ આપે છે. WBC સેલ દ્વારા એન્ટીબોડી તૈયાર કરવામાં આવે છે, જે બહારથી શરીરમાં પ્રવેશતા વાઇરસ, બેક્ટેરિયા અને અન્ય નુક્સાનકારક તત્વો સામે રક્ષણ પૂરું પાડે છે. એક અભ્યાસ પ્રમાણે કોરોના બાદ સાજા થયાના બે મહિના સુધી એન્ટીબોડી વધુ સક્રિય રહે છે. ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળે છે અને એટલા માટે લોકોને કોરોના ફરીવાર થયો હોવાના કિસ્સા પણ સામે આવે છે.

કોણ આપી શકે પ્લાઝમા..?

  • કોરોના પોઝિટિવ આવ્યા બાદ સારવાર લઈ નેગેટિવ આવ્યા હોય એવા વ્યક્તિ 10-12 દિવસ બાદ પ્લાઝમા આપી શકે છે.
  • એન્ટીબોડી ટેસ્ટમાં પોઝિટિવ આવનાર વ્યક્તિ પણ પ્લાઝમા આપી શકે છે.
  • સામાન્ય રીતે 18 વર્ષથી 65 વર્ષ સુધીના લોકોના જ પ્લાઝમા લેવામાં આવે છે.
  • કોઈ વ્યક્તિને વાઈરલ કે અન્ય કોઈ બીમારી હોય તેવા વ્યક્તિ આ સમયગાળામાં પ્લાઝમા આપી શકે નહીં.

રાજ્યમાં પાછલા કેટલાક દિવસથી દૈનિક એક હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. જેની સામે 51,000 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જ્યારે 2672 દર્દીઓના મોત નીપજ્યાં છે. હાલ ગુજરાતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 14 હજારથી વધુ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 10 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.