ETV Bharat / city

ગુજરાત કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં 348 પોઝિટિવ કેસ, 294 ડિસ્ચાર્જ - પોઝિટિવ કેસ

દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી, પરંતુ સરકાર દ્વારા લગાવવવામાં આવેલા રાત્રિ કરફ્યૂના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 348 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 294 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.69 ટકા નોંધાયો છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ
author img

By

Published : Feb 23, 2021, 10:36 PM IST

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 348 પોઝિટિવ કેસ

છેલ્લાં 24 કલાકમાં એક પણ મોત નહીં

કુલ 8,14,435 લોકોનું રસીકરણ કરાયું

ગાંધીનગર : દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી, પરંતુ સરકારના રત્રિ કરફ્યૂના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 348 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 294 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.69 ટકા નોંધાયો છે.

8 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નહીં

ગુજરાતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 8 જિલ્લા જેવા કે, બનાસકાંઠા, બોટાદ, દાહોદ, ડાંગ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ કુલ 8 જિલ્લાના કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ

કેટલા લોકોનું થયું રસીકરણ પૂર્ણ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે રસીકરણ બાબતે માહિતી આપવામાં આવી હતી, જેમાં 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરી રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 8,14,435 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે અને 72,713 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં મંગળવાર સુધીમાં કુલ 1,786 પોઝિટિવ કેસ છે. જેમાં 31 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યાં છે, જ્યારે 1,755 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 2,61,575 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4,406 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કે, અમદાવાદ કોર્પોરેશનમાં 69 નોંધાયા છે. ત્યારબાદ બરોડામાં 67 રાજકોટમાં 44 અને સુરતમાં 61 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.