અમદાવાદઃ સાઇબર ક્રાઇમનો ગૂનો નોંધાય અને કોઈપણ મોડસ ઓપરેન્ડી સામે આવે પરંતુ આરોપીઓનું મૂળ જામતાડા સુધી જરૂર નીકળે છે. તેવા જ એક ગુનામાં સાયબર ક્રાઈમને શિવકુમાર ગુપ્તા અને ગૌસુલવરા અંસારીની ધરપકડ બે દિવસ પહેલા કરી હતી. ત્યારે વધુ બે આરોપી અજય મંડલ અને કુંદન મંડલની ધરપકડ કરવામાં આવી છે. જોકે તેની તપાસમાં જામતાડાના ગોવિંદ મંડલનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યું છે અને હજી પણ સાયબર ક્રાઇમ બ્રાંચનું સર્ચ ઓપરેશન જામતાડામાં ચાલી રહ્યું છે. પોલીસનો દાવો છે કે વધુ આરોપીઓ આ રેકેટમાં પકડવામાં આવશે. નજીકના સમયમાં અને વધુ ગુનાનો પણ ભેદ ઉકેલી કાઢવામાં આવશે.
અમદાવાદ: PAYTM કેવાયસી મામલે સાયબર ક્રાઈમે વધુ 2 આરોપીની કરી ધરપકડ
પેટીએમ કેવાયસીના નામે છેતરપિંડી આચરતી જામતાડા ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. અમદાવાદના વકીલ ધવલ નાણાવટી પાસેથી આરોપીઓએ 11 લાખ રૂપિયા પડાવી લીધાના કેસમાં વધુ બે આરોપીની સાયબર ક્રાઇમ બ્રાંચે ઝારખંડના જામતાડાથી ઝડપી પાડ્યાં છે.