ETV Bharat / city

Corona Vaccination : રાજ્યમાં 2 કરોડનો ડોઝ આપવામાં આવ્યા, સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ

કોરોનાને મ્હાત કરવા માટે રાજ્યમાં ઝડપથી વેક્સિનેશન(corona vaccination) હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શનિવારે રાજ્યમાં 2 કરોડ વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. વેક્સિનેશનના આ આંક સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે.

રાજ્યમાં 2 કરોડનો ડોઝ આપવામાં આવ્યા, સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ

author img

By

Published : Jun 12, 2021, 10:29 PM IST

  • દેશમાં રસિકરણમાં ગુજરાત પ્રથમ
  • 2 કરોડ નાગરિકોને આપવામાં આવી રસી
  • શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં અપાયા ૨ કરોડ ડોઝ
  • રાજ્યમાં રોજ 3 લાખ વ્યક્તિઓને અપાય છે રસી

ગાંધીનગર: રાજ્યમાં ત્રીજી લહેર સામે રસીકરણથી રાજ્યના નાગરિકોને સુરક્ષિત રાખી ‘હારશે કોરોના, જીતશે ગુજરાત’ સૂત્ર સાકાર કરવા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં રસીકરણની પ્રક્રિયા વધુ ઝડપી કરવામાં આવી છે જેમાં ફક્ત 6 મહિનાના ગાળામાં જ રાજ્યમાં 2 કરોડ વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. 12 જૂન શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં કોરોના રસીના 2 કરોડ ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. 2 કરોડ રસીના આ ડોઝમાં આજ સુધીમાં 1 કરોડ 55 લાખ પ્રથમ ડોઝ અને 45 લાખ સેકન્ડ ડોઝ આપવામાં આવ્યા છે.

5 મહિના 2 કરોડ વેક્સિનેશન
નાગરિકોને વિનામૂલ્યે રસીકરણના રાજ્ય સરકાર દ્વારા અમલી અભિયાનને પરિણામે ગુજરાતમાં રસીકરણ અભિયાન શરૂ થયાના માત્ર 5 મહિનામાં 2 કરોડ લોકોને વ્યાપક રસીકરણ અભિયાન હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત રસીકરણના દરેક તબક્કે પર મિલિયન રસીકરણમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.

દૈનિક 3 લાખ ડોઝનો ટાર્ગેટ
હાલ રાજ્યમાં દૈનિક 3 લાખ આસપાસ વ્યક્તિઓને કોવિડ-19 રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે. શનિવારે સુધી હેલ્થવર્કર જૂથમાં 6.17 લાખને પ્રથમ ડોઝ અને 4.46 લાખને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. કુલ 13.24 લાખ ફ્રન્ટ લાઇન વર્કરને પ્રથમ ડોઝ તથા 6.54 લાખને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 45 થી વધુ ઉંમર ધરાવતા કુલ 99.41 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 33.82 લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 18 થી 44 વય જુથના 36.02 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 59,000 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

16 જાન્યુઆરીથી થયો હતો વેક્સિનનો પ્રારંભ
ગુજરાતમાં 16 જાન્યુઆરીથી તબક્કાવાર રસીકરણનો પ્રારંભ થયો હતો. પ્રથમ તબક્કામાં હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર, 1લી માર્ચથી શરુ થયેલા બીજા તબક્કામાં કોમોર્બીડ અને વૃદ્ધ લોકો, 1લી એપ્રિલથી શરુ થયેલા ત્રીજા તબક્કામાં 45થી વધુ વયના લોકો અને ચોથા તબક્કામાં 18થી 44 વયના લોકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
હેલ્થ વર્કર ફ્રન્ટલાઈન વર્કર અને કોમોર્બીડ વ્યક્તિઓના સફળ રસીકરણ અભિયાનના અમલીકરણ બાદ રાજ્ય સરકારે ગુજરાત સ્થાપના દિન-1લી મેથી રાજ્યના યુવાનોને રાજ્યના 7 મહાનગરો અને 3 જીલ્લામાં રોજના 30 હજાર ડોઝ આપી યુવાનોનું રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું

1200થી વધુ રસીકરણ કેન્દ્રો
રાજ્ય સરકારે રાજ્યભરમાં 1200થી વધુ કેન્દ્રો રસીકરણ માટે ઉભા કર્યા છે. દિવ્યાંગ અને વૃદ્ધો માટે વિશેષ વેક્સિનેશન કેમ્પ જેવી પહેલ તથા સામાજિક સંગઠનો,કોમ્યુનિટી હોલ અને ખાનગી હોસ્પિટલના સહકારથી રસીકરણના અભિયાનના વધુ સશક્ત કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.