- AC યુક્ત હશે નવી 108
- તમામ સાધન સુવિધાથી સજ્જ બનાવાઈ એમ્બ્યુલન્સ
- હવે એક્સપર્ટ આરોગ્યકર્મીઓ પણ રહેશે 108માં ઉપલબ્ધ
અમદાવાદ: કોરોના કાળમાં નાગરિકોના જીવન બચાવવા 108 પ્રાથમિક અને મહત્વની સેવા સાબિત થઈ છે. તજજ્ઞોએ કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરી છે. ત્યારે સરકાર દ્વારા 108ની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયમાં 175 જેટલી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા તાજેતરમાં જ 25 નવી 108નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: જામનગર: પ્રસંશનીય સેવા બદલ 108 એમ્બ્યુલન્સના નવ કર્મીઓને કરાયા સન્માનિત
આ સુવિધાઓ હશે નવી 108માં..
નવી 108માં વધુ મોકળાશ યુક્ત જગ્યા છે. તેમાં એરકન્ડિશનરની વ્યવસ્થા છે. આ સાથે જ નવી 108 પ્રાથમિક સારવારના તમામ સાધનો જેમ કે, પલ્સ ઓક્સીમીટર, સ્ટેથોસ્કોપ, બ્લડ પ્રેશર માપવાનુ ઓટોમેટિક મશીન, સુગર માપવાનું મશીન, વેન્ટિલેટર અને ઓક્સિજનથી સંપન્ન છે. જૂની 108માં પણ જરૂરિયાતમંદ દર્દીઓને જરૂરિયાત પ્રમાણેના સાધનો ઉપલબ્ધ હતા. હવે આ નવી 108માં વેન્ટિલેટર લગાડવાનું કાર્ય કરવામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ કે કોરોના કાળમાં ગંભીર દર્દીઓ માટે વેન્ટિલેટર જીવન બચાવનાર સાબિત થયું છે.
આ પણ વાંચો: 25 નવી 108 એમ્બ્યુલન્સ સામેલ કરાઈ, રાજ્યમાં 800 એમ્બ્યુલન્સ કરાઈ
એક્સપર્ટ મેડિકલ કર્મચારીની પણ જરૂર
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને અસર થાય તેવી સંભાવના છે, ત્યારે વેન્ટિલેટર સહિતની વસ્તુઓ ઓપરેટ કરવા માટે અને બાળકોનું તેમ જ વૃદ્ધોનું ધ્યાન રાખવા માટે 108માં એક્સપર્ટ મેડિકલ કર્મીઓની પણ જરૂર ઊભી થશે.