ETV Bharat / city

રાજ્યમાં શૂન્ય પરિણામ ધરાવતી 174 શાળાઓ, ગત વર્ષની સરખામણીએ બમણો વધારો

author img

By

Published : Jun 9, 2020, 4:19 PM IST

રાજ્યમાં ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. પરંતુ શૂન્ય ટકા ધરાવતી શાળામાં બમણો વધારો થયો છે. જે સરકારની શિક્ષણનીતિ સામે સવાલો ઉભા કરી રહ્યું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતાં 6 ટકા ઓછું તો છે. સાથેસાથે શિક્ષણનું સ્તર ખૂબ જ કથળતું જતું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

રાજ્યમાં શૂન્ય પરિણામ ધરાવતી સ્કૂલોમાં 174 શાળાઓ, ગત વર્ષની સરખામણીએ બમણો વધારો

અમદાવાદઃ રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ગત વર્ષ 366 હતી. જે 75 ઘટીને 291 થઈ છે. તો 30 ટકા ક૨તાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 995થી વધીને 1839 થઈ છે. જ્યારે શૂન્ય ટકા પરિણામવાળી શાળાઓ પણ 63થી વધીને 174 થઈ ગઈ છે. ત્યારે એવું કહી શકાય કે, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી જેવા સરકારના કાર્યક્રમની મોટીમોટી વાતો કરતી ગુજરાત સરકાર રિઝલ્ટમાં નિમ્ન સ્તરને સુધારી શકતી નથી.

આ વર્ષે 60.64 ટકા પરિણામ જાહેર થયું છે. જે ગત વર્ષ કરતાં ઓછું છે. ગત વર્ષ કરતાં 6 ટકા પરિણામ ઓછું જાહેર થયું છે. ગત વર્ષે ધોરણ 10નું 66.97 ટકા પરિણામ હતું. આ વર્ષના પરિણામમાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ છે. તો 174 શાળાઓનું શૂન્ય ટકા પરિણામ છે. 100 ટકા પરિણામ ધરાવતી 291 શાળાઓ છે. વિદ્યાર્થીઓને હાલ માર્કશીટ કે અન્ય સર્ટિફિકેટ મળશે નહીં, તેના માટેની તારીખ આગામી સમયમાં શિક્ષણ વિભાગ જાહેર કરશે. અંદાજે 10.80 વિદ્યાર્થીઓએ રાજ્યભરમાંથી પરીક્ષા આપી હતી. જો કે, કોંગ્રેસે સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, શૂન્ય ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં જે રીતે બમણો વધારો થયો છે. તે સરકારની શિક્ષણનીતિ સ્પષ્ટ કરી રહ્યું છે કે, રાજ્યમાં શિક્ષણ વિભાગ ખાડામાં જઈ રહ્યો છે. સરકાર કાર્યક્રમોના નામે કરોડો રૂપિયા વેડફી રહી છે. તેની જગ્યાએ શિક્ષણ વિભાગ પાછળ વાપરે તો ઘણું સારું રહેશે તેવું કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાત સરકાર ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બનતી જઈ રહી છે. જ્યારે શિક્ષણનું સ્તર નીચે ઉતરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.