- થલતેજની એક સોસાયટીમાંથી 200 લોકો યાદીમાં સામેલ
- પૂર્વની સરખામણીએ પશ્ચિમ અમદાવાદમાં સ્થિતી વધુ ખરાબ
- સૌથી વધુ 14 વિસ્તારો પશ્ચિમ ઝોનમાં યાદીમાં સામેલ
અમદાવાદ: મહત્વનું છે કે જે વિસ્તારોમાં સૌથી વધુ સંક્ર્મણ ફેલાયો હોય તેવા પશ્ચિમ ઝોનમાં 14 વિસ્તારોને માઈક્રો કન્ટેઇન્મેન્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં 12-12 વિસ્તારોને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1, મધ્ય અને પૂર્વ ઝોનમાં 2-2 વિસ્તારોને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
થલતેજની હોલ સોસાયટીમાંથી 200 લોકોને કંટેઇન્મેન્ટ કરાયા
થલતેજ વિસ્તારમાં આવેલી હોલ સોસાયટી, સનરાઈઝ સોસાયટીમાં 200 લોકોને આ યાદીના સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વાસણા, નવરંગપુરા, ચાંદલોડિયા, માં વધુ કેસ નોંધાઈ રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારની સરખામણીએ પશ્ચિમ અમદાવાદમાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે.